________________
પુસ્તક ૩-જી
. આ રત્ન તરીકે અને દુનિયા ઉપાધિ તરીકે આ શબ્દ બેલ સહેલું છે. છેકરાને સારી નોકરી મળે ત્યારે જે ઉલ્લાસ થાય છે તે ઉલ્લાસ ધર્મ કરવામાં આવ્યો?
ચક્રવર્તીના સામા ત્રાજવામાં કુલાચારનું જેનપણું લેવું છે ને તે પણ ભારે ગણવું છે. ચક્રવતીની રિદ્ધિના સામા ત્રાજવામાં કુલાચારે જનધર્મપણું મૂકવું છે. ચાકર, ગુલામ, દરિદ્ર થાઉં, ધર્મને ધારી નહિ. માત્ર અધિવાસનાની સાથે જૈની કહેવડાવવાની સાથે બીજા ત્રાજવામાં ચક્રવતી પણું તુચ્છ ગણવું છે.
નામ જન આગળચક્રવર્તીપણાની રિદ્ધિને તુચ્છ માને તે જ પર જૈનધર્મ પામ્યા તે કેટલા આનંદમાં હોવા જોઈએ! આપણને પદગલિક વસ્તુના લાભથી જે આનંદ થાય ને ધર્મના આનંદને તપાસી લે. (અધિવાસિત એટલે દીક્ષાના આગલા દહાડે કપડાં અધિવાસિત કરવાં પડે છે.) છેકરાને સારે શેઠ મળે તે વખતે જે આનંદ થાય છે તે આનંદ અહીં ધર્મમાં તપાસો.
ઉપાધાનમાં પેઠા હશે, તેને ઘરમાંથી પહેલાં ના કહી હશે. પછી પેસી ગયા હશે તે કહેશે કે માનતું નથી. સારી નોકરીની સંભાવના હોય તે કંકુને ચાંલ્લો કરી નાળિએર આપીએ છીએ. કમાવાને ચાન્સ હોય તે રાતના સવપ્ન પણ સેવાય છે. આમાં રોકાતે રહેતા નથી. કરે તે કરવા દે. કયાં ખોટું કામ છે? પહેલું કર્યું છે તેને થાબડવા માટે આ કહે છે નહિતર પહેલાં થયું કેમ? કેટલાક હિતશત્રુઓ કહે છે કે બને નહિ એને માટે એમ કહીએ છીએ. ઘર કરી ન શકું પણ તેડી તે શકીશ. હું ઉપધાન કે ત્યાગ ધર્મ કરી શકીશ નહિ. આવી સ્થિતિવાળા ધર્મને રત્ન ગણે છે એ શા ઉપર?
માટે પ્રથમ “ધર્મજ રત્ન છે ને ધર્મ રત્ન જ છે આ બે નિશ્ચય પાકા કરી! લે એટલે આ કૃત્ય પણ ઉદય કરનારૂં થશે. વધુ ગીતાર્થ જ્ઞાની ગુરૂની નિશ્રાએ સમજવા વિવેકીએ પ્રયત્ન કર.