________________
છે શાસન નાયક ચરમતીર્થંકર પ્રભુ મહાવીર છે સ્વામીના કલ્યાણકની આરાધનાનું
રહસ્ય–મહત્વ
[ સ્વનામધન્ય ગીતાWશિરોમણિ, આગમપારદશ્વા, આગમવાચનાદાતા, ધ્યાનસ્થ, વર્ગત, પૂજ્ય આગાહારકશ્રીએ શાસન નાયક તરીકે પ્રભુ મહાવીર દેવના કલ્યાણકોની આરાધના કરવાની મહત્તા અને રહસ્ય આ લઘુલેખમાં જણાવેલ છે.
પ્રાસંગિક આમાં વર્તમાનયુગના ગાડરીયા પ્રવાહની જેમ જયંતિની ઉજવણીનું તૂત જે ચાહ્યું છે તેના પ્રતિ પણ પૂજ્યશ્રીએ મામિક અંગુલિનિર્દેશ કર્યો છે.
જે ખૂબજ ગંભીરભાવે સમજી અવિવેકભરી જયંતિની ઉજવણીની ક્રિયાને તિલાંજલિ આપવી જરૂરી છે. ૪૦]
રૈલોક્યનાથ ભગવાન મહાવીર
જે મહાપુરુષના અવ્યાબાધ પ્રભાવશાળી વચનથી વર્તમાનકાળમાં ભવ્ય પ્રાણીઓ હેય-ઉપાદેયનું ભાન કરી વજેવાલાયક આરંભ-પરિગ્રહ તથા વિષય-કષાયથી વિરમવાપૂર્વક આત્માના સ્વરૂપમય સમગ્ર દર્શન લાયક જ્ઞાન અને ચારિત્રને પરમ શ્રેયકર હેઈ આદરે છે અને અનંત દુઃખમય સંસાર-સમુદ્રથી પોતાના આત્માને ઉદ્ધાર કરે છે, તે બીજા કેઈજ નહિ પરંતુ ચરમ તીર્થકર ભગાવન શ્રી મહાવીર મહારાજા વર્તમાન શાસનના માલિકજ છે.