________________
૫૩
પુસ્તક ૩-જુ જાય. સુપાત્રદાન દઈને મમ્મણ જે વિચાર આવે તે એ લાભને ખસતાં શી વાર? પરંતુ વૈયાવચ્ચને લાભ ખસી શકો નથી. વૈયાવચ્ચેથી ઉપાર્જન કરેલું શુભકર્મ નિંદા-ગહદ્વારા પણ મૂલ વસ્તુથી ખસતું નથી. વૈયાવચ્ચનું ફલ અપ્રતિપાતી છે. શ્રીતીથ. કરદેવ વૈયાવચ્ચને શાસન સાથે જોડે છે.”
કેઈએ પ્રશ્ન કર્યો કે “મહારાજ! તમારી સેવાભક્તિ કરે તે વધારે કે વિયાવચ્ચ કરે તે વધારે ?” મહારાજે કહ્યું, “મારી સેવા કરે તે બીમારની ભક્તિ કરનાર હોય. અને જે બીમારની વૈયાવચ્ચ કરે તેજ મને માનનાર હોય. અર્થાત મને માનનારે લાનાદિની જરૂર વિયાવચ્ચ કરનાર હેય.
સંગ્રામમાં બીમાર લશ્કરીની ઘણી ચાકરી કરવામાં આવે છે. માંદા સાધુની દરકાર કરે તેજતે શાસનને માનનારે ગણાય, શ્વાન, વૃદ્ધ, બાલ વગેરે મુનિની માવજત કરનાર હોય તેજ મને માનનારો ગણાય.” - આચાર્ય મહારાજનું આ પ્રવચન સાંભળી એક ભાવિક શ્રાવકે પ્રતિજ્ઞા કરી કે- “બીમાર સાધુની માવજત કર્યા વગર ખાવું નહિ.”
એ શ્રાવક રજ પ્રતિજ્ઞા બરાબર પાળે છે. કાયમ મુનિ મહારાજાઓની ખબર લે છે. તથા જે બિમાર હોય તેની માવજત કરે છે, પછી જ ભેજન કરે છે.
એક દિવસ એ આવ્યું કે ગામમાં કોઈ મુનિ માંદા નહોતા. આ તે ખુશી થવા જેવી વાત હતી, પણ અજ્ઞાનવશાત્ આ શ્રાવક વિચારે છે કે- “હું કે નિભંગી! કેઈ મુનિ માંદા ન પડ્યા, બીમાર ન થયા તેથી મને માવજતને લાભ ન મળે.”
વિચાર! બુદ્ધિ તે માંદાની માવજતની છે. બુદ્ધિ ખોટી નથી, નિયમ બેટ નથી, પણ અજ્ઞાને કઈ દશા ઊભી કરી? “કઈ મુનિ માંદા પડે તે માવજતને લાભ મળે,” આજ કે? આ ભાવના! શાથી? અજ્ઞાનથી વૈયાવચ્ચ જેવી સારી ચીજ પણ ધમને બદલે અધર્મી નીપજાવનાર થઈ.