________________
પર
આગમોત બચાવવાના હતા, આ પરિણામની પવિત્રધારાની અપેક્ષાએ ખીસકોલીને જીવ પગ તળે આવીને ચગદાઈ મરી ગયે, છતાં એ મુનિરાજને પંચેન્દ્રિયની હિંસાનું પાપ નહિ લાગે. કેમકે ચેષ્ટા પણ જીવ બચાવવાની જ હતી, પરિણામ પણ બચાવવના જ હતા અને બુદ્ધિ સાથેજ પ્રયત્ન પણ બચાવવાને હતે.
જ્યાં શુભયોગથી અને શુભ વિચારથી કાર્ય શરૂ કર્યું હોય ત્યાં ગને કદી ઉથલે થાય પણ શુભ પરિણામના ગે બચાવ છે,
પરિણામે બંધનું પ્રમાણ આ રીતે આવા પ્રસંગે ગ્રાહ્ય છે. જ્યાં ત્યાં નહિ.
શુભાગે શુભવિચાર શરૂ થયા હોય ત્યાં આકસ્મિગે પ્રવૃત્તિને પલટો થઈ ગયો ત્યાં પરિણામે બંધનું પ્રમાણ
ખરું.
પ્રયને ધર્મના હોય અને બુદ્ધિ પણ ધર્મની હેય તે જ ધર્મની ઉત્પત્તિ થવાની. નહિ તે બુદ્ધિ ધર્મની ભલે રહે, પણ ધર્મને નાશ થશે. બુદ્ધિ અને ક્રિયા ઉભય ધર્મનાં હેવાં જોઈએ. જો એમ ન હોય તે ગાય, બકરા અને અશ્વાદિને હોમમાં મારનારાઓ બુદ્ધિ ધર્મની જ ધરાવતા હતા, માટે શું એ ધર્મ? હરગીજ નહિ!
અરે! ક્રિયા પણ ધર્મની હોય, બુદ્ધિ પણ ધર્મની હોય, છતાં અજ્ઞાનવશાત્ ધર્મને નાશ થાય.
દણત–એક આચાર્ય વિહાર કરતા કરતા એક નગરમાં ગયા. સભા સમક્ષ આ મુજબ નિરૂપણ કર્યું કે
“સુપાત્રદાનમાં અનાજ, પાણી, વસ, પાત્ર, વસતિ વગેરે દેવાય. એ બધામાં લાભ છે. એ લાભ કેવા ટકે તે ટકે, નહિ તે ઉખડી પણ જાય. સુપાત્રદાનનો લાભ ક્યારે ઉખડી જાય તેને પત્ત નહિ. સુપાત્રે વસ્ત્રાદિ દેવાથી લાભ ચક્કસ, પણ ઉખડીએ