________________
પુસ્તક ૩-જુ
હાલમાં સાંભળી સાંભળી ખંખેરી નાંખવા જેવું થાય છે, તેનું એક કારણ છે કે માર્ગાનુસારીના ગુણના સંરકાર કુટુંબમાં પેઠા નથી. - ઘરમાંથી ચીજ જાય તે ઊંચા-નીચા થાઓ છે, ઘરમાંથી ગુણ ગય. તે કશું થતું નથી. પચાસ-સે રૂપિયાની ચીજ જાય તે આખા કુટુંબની જડતી લઈ નાખે છે. પણ આ પાંત્રીસ ગુણ ગયા તે ખટકે છે? ગુણની કિંમત ન હોવાથી આવતા અવગુણ તિરસ્કારપાત્ર નથી. તેથી આંખ મીંચી જોઈ રહેવાય છે. કેમકે હજી આખા કુટુંબને પાંત્રીસ માર્ગાનુસારી ગુણથી સંસ્કારિત કરવાનો પ્રયત્ન થતું નથી.
એકવીસ શ્રાવકના ગુણ પિતાના આત્માને તૈયાર કરવા માટે છે. જ્યાં સદ્દગુરુનાં વચને, જિનેશ્વરના વચને સાંભળવામાં આવે તરત કપડું ખાઈએ તૈયાર હોય તે ઉપર રંગ પડે તે ચળમજીઠ થાય, વસ્ત્ર ખટાઈવાળું કરાય છે તેમ પોતાના આત્માને એકવીસ ગુણથી એ તૈયાર કરે કે જેથી ધર્મરંગ પાકે થાય. પણ ૨૧ ગુણોથી આત્માને તૈયાર ન રાખેલ હોય તે ગુણે તો છે એજ છે. જે કપડું ખટાઈવાળું ન કર્યું હોય તે રંગ એ જ છે, રંગમાં ફરક નથી, પણ બેમાં ફરક પડે છે.
એકવીસ ગુણથી સંસ્કારવાળે થયે હેય તે ઉપર ધર્મને રંગ એ નિશ્ચળ થાય કે મરણ પર્યત ખસે નહિ. ધર્મસંગે વચનની મહત્તા મજબૂત થઈ જાય! - પ્રાચીન કાળમાં એક વચન જીંદગીના ભાગે કબૂલ થતા. એક વાત, છંદગીને ભેગ કબૂલ, પણ આ નહિ!
હંસ-કેશવે એક રાત્રિભોજનનો ત્યાગ ગુરુ મહારાજના અક સ્માત જેને લીધો છે. એક રાત્રિભેજનને ત્યાગ નભાવવા માટે કઈ દશા ભોગવવી પડી ! એના નિયમભંગની ખાતર એના માબાપ દિવસે રાંધે નહિ ને દિવસે ખાય પણ નહિ. છોકરાને ભૂખ્યા મેલી માબાપને ખાવાને વખત છે.