________________
પુસ્તક ૩-જુ
પૂર્વોક્ત રીતિએ સામાન્ય નવપદની સામુદાયિક આરાધના જે પ્રતિદિન જેને કરે છે, અને પૃથફ-પૃથફ પદની પૃથફ-પૃથક્ દિને જે આરાધના શ્રીઓનીછમાં કરાય છે, તે શ્રી સિદ્ધચક્ર અને શ્રીનવપદજીમાં અરિહંતપદની જ પ્રથમ આરાધનાને પૂજ્યતા હોય છે. તેનું શું રહસ્ય છે! તે આપણે વિચારીએ!
કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજીએ પજ્ઞશબ્દાનુશાસનમાં તે વ્યાકરણને (શબ્દાનુશાસનને) સર્વ ધર્મવાળાને અનુકૂળ ગણાવવા છતાં પ્રારંભમાં અરિહંત ભગવાનનું ધ્યાન કરવાને અંગેજ અરિહંત મહારાજને જણાવનાર “અહમ' શબ્દનો ઉચ્ચાર કરે છે, અને તેની પજ્ઞ વ્યાખ્યા કરતાં તેજ ભગવાન હેમચંદ્રસૂરિજી તે અરિહંતપદને શ્રીસિદ્ધચક્રના આદિબીજ તરીકે જણાવે છે,
અર્થાત આ શ્રીનવપદરૂપે કે અન્ય કોઈ વરૂપે સિદ્ધચક્રની કલ્પના કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીના જમાના કરતાં ઘણા જૂના જમાનાની છે, અને તેથી જ ભગવાન્ હેમચંદ્રસૂરિજીના વખતે તે શ્રી સિદ્ધચક્રજીની આરાધ્યતા ઘણા જ ઊંચે દરજજે ગણાઈ હશે અને તેથી જ તેના આદિબીજ તરીકે શ્રી હેમચંદ્રમહારાજે “અહમ' પદને ગણાવ્યું છે,
અર્થાત્ શ્રી સિદ્ધચક્રજીની આરાધનાને અંગે થતી પ્રવૃત્તિ કોઈ અન્યમાંથી અનુકરણ કરીને લેવામાં આવેલી નથી, પણ ઘણા જૂના જમાનાથી અસલ જૈનસંઘમાં ચાલુ જ છે.
વળી રાજા વિક્રમાદિત્યને પ્રતિબદ્ધ કરનાર ભગવાન સિદ્ધસેનદિવાકરજી મહારાજ પણ “કલ્યાણમંદિર” નામના તેત્રમાં “પૂર निर्मलरुचेय दिया किमन्यदक्षस्य संभव पद ननु कर्णि काया" .
આવી રીતે જે ભગવાન અરિહંતને કમલના એક મુખ્ય ભાગરૂપ કર્ણિકામાં બિરાજમાન કરી સ્તુતિ કરે છે તે એ નવપદજીને પદ્યરૂપે ગોઠવે તો જ બની શકે.