________________
પુસ્તક ૩જું ફળને તેઓ પરાળની માફક આનુષગિક ફળ તરીકે જણાવે છે, એટલું જ નહિ, પરંતુ એ વર્ગાદિપ્રાણિરૂપ અસ્પૃદયરૂપ આનુષગિક ફળને જેઓ મુખ્ય ફળ તરીકે ગણે તેને સમ્યકત્વ થયેલું નથી એમ ચોક્કસપણે ગણે છે, અને તેવા છને મિથ્યાત્વીની દશામાં ગણે છે,
આ કારણથી શાસકારો પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવા જેવી એક હાની ક્રિયામાં પણ સર્વ પાપના નાથદ્વારા મેક્ષરૂપી ફલ. જણાવે છે.
ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જે કાળમાં મોક્ષની પ્રાપ્તિ થવાની યોગ્યતા હોય તે જ વખતે જૈનધર્મને માનનારાઓએ મોક્ષને ઉદ્દેશ રાખવે એમ નથી, પરંતુ પાંચમા આરા જેવા મોક્ષ પ્રાપ્તિ ન થઈ શકે તેવા પણ વખતમાં ધમની ક્રિયા મોક્ષના ઉદેશથીજ કરવાની છે, અને તેથી શાસ્ત્રકારે બુદ્ધિથી થતી ધર્મની આરાધના માટે આઠ ભનું નિરંતરપણું માને છે. એ અપેક્ષાએ વર્તમાન પાંચમા આરામાં પણ દરેક ભવ્ય આત્માએ સર્વ કર્મના ક્ષયરૂપી મોક્ષને ઉદ્દેશ રાખીને દેશવિરતિ કે સર્વવિરતિધર્મમાં પ્રવર્તવાનું હોય છે. - તે ધર્મ અન્યમતની અપેક્ષાએ ભલે એકલા તત્ત્વજ્ઞાન સ્વરૂપ કે ક્રિયા સ્વરૂપ ભલે હોય, પરંતુ જૈનધર્મની અપેક્ષાએ એકલી કિયામાં પૂર્ણ ધર્મ નથી. તેમજ એકલા જ્ઞાનમાં પણ ધર્મ નથી, કિન્તુ જેન ધર્મની અપેક્ષાએ તે જગતમાં જેમ રથમાં બે ચક્ર જોઈએ. અને તે બંને સરખાજ હોવાં જોઈએ. તેવી જ રીતે જ્ઞાન અને ક્રિયા બંને હવા સાથે બંનેની સરખાવટ હોવી જોઈએ. - આ કારણથી શ્રી જનશાસનમાં દ્વાદશાંગીની ઉત્પત્તિની સાથે જ સંયમધર્મરૂપી ક્રિયાની પ્રવૃત્તિ માનવામાં આવી છે અને પાંચમા આરાના છેડે સંયમધર્મની સ્થિતિ માનતાં છેલ્લાં દુઃ૫સહસૂરિને શ્રી દશવૈકાલિક વગેરે આગમના જાણકાર માન્યા છે અને તેથી જ તેમને સંયમવાળા પણ માન્યા છે.