________________
આવશ્યકના કર્તા કોણ? { ગણધર ભગવાન કે સ્થવિર મહારાજ?
આવશ્યક સૂવને પલટે થયો છે કે મૂળરૂપ જ છે?
૧. શ્રી આવશ્યકનિક્તિને ઘણી જગ પર અંગબાહ્યદિના વિચારમાં આવશ્યક તરીકે ગણવામાં આવે તો તે વ્યાપેય અને વ્યાખ્યાનને અભેદ માનીને સમજવું અને તે નિર્યુક્તિની અપેક્ષાએ આવશ્યક એટલે આવશ્યકનિર્યુક્તિનું સ્થવિરકૃત પણે જણાવ્યું છે.
બાકી શ્રી આવશ્યકસૂત્ર તે ભગવાન મહાવીર મહારાજેજ અર્થથી જણાવ્યું અને ભગવાન ગૌતમસ્વામીજીએ ગુથેલું છે. એ હકીક્ત ઉદેશાદિદ્વારોને જણાવનાર ગાથાને કારણ અને પ્રત્યયદ્વારને સમજનાર સ્પષ્ટ સમજી શકે તેમ છે.
૨. શ્રી અનુગારસૂત્રમાં ઉદ્દેશ-સમુદેશાદિ વિધિને અંગે થએલા પ્રશ્નોત્તરમાં સામાન્ય શ્રતના ઉદ્દેશાદિને પ્રશ્ન કર્યા પછી આદિમાં શ્રી આવશ્યકના ઉદ્દેશાદિને પ્રથમ જણાવ્યા છે, અને પછી આવશ્યકળ્યતિરિક્ત તરીકે સર્વ સૂબેને જણાવ્યાં છે તે ઉપરથી સર્વ સૂત્રોની આદિમાં શ્રી આવશ્યકની સ્થિતિ જણાય છે.
૩. શ્રીભગવતીજી વગેરેમાં જે જે સાધુ અને સાવીને અંગે અગિયાર અંગના અધ્યયનને અધિકાર આવે છે. ત્યાં સામાયિકઆદિ ૧૧ અંગેનું અધ્યયન જણાવાય છે, તેથી શ્રી આવશ્યકનું અધ્યયન અંગપ્રવિષ્ટના અધ્યયન વખતે પણ પ્રાચીનકાળથી જ પહેલું થતું હતું, એમ માનવું પડે.
૪. ભગવાન્ ભદ્રબાહુ સ્વામીજીએ કરેલી આવશ્યકનિક્તિમાં થતજ્ઞાનની આદિ કઈ? અને અંત ક? એ પ્રશ્ન થયે છે, તેના ઉત્તરમાં જણાવ્યું છે કે શ્રુતજ્ઞાનની આદિમાં સામાયિક અધ્યયન છે