________________
માર્ગાનુસારીના ૩૫ ગુણે
અને ધર્મરત્નની યોગ્યતાના ર૧ ગુણોનું
અદ્દભુત રહસ્ય
(૭) [પૂ. આગમપ્રજ્ઞ આગમોદ્ધારક દયાનસ્થ સ્વર્ગત આચાર્યદેવશ્રીએ ટૂંકા પણ માર્મિક નિબંધમાં ખૂબ જ મહત્વના વિચારે ભવ્યજીના હિતાર્થે રજૂ કર્યા છે. ખૂબ જ ગંભીરતાથી વિવેકીએએ અવધારવા જેવા છે.
–. શાસકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરીશ્વરજી મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે “ધર્મરત્ન પ્રકરણમાં શ્રાવકને લાયક એકવીસ ગુણ તથા તેના દષ્ટાંતે કહી શ્રાવકનું કર્તવ્ય જણાવેલ છે.
આ સાંભળી કેકને એમ થાય કે શ્રાવકના ગુણ એકવીસ ગણવા? માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ ગણવા કે સમ્યક્ત્વને અણુ બત ગણવા? ગણવું શું? વાત ખરી?
જે વ્યવસ્થાપૂર્વક વસ્તુ સ્થાપી શકે તેને અડચણ આવતી
નથી.
પાંત્રીસ માર્ગાનુસારીના ગુણ આખા કુટુંબને મારગને લાયક બનાવી દેવા માટે જરૂરી છે. "
ખેડૂત ખેતર ખેડી તૈયાર કરે, વરસાદને સંજોગ જે વખતે થાય તે વખતે ખેડની મહેનત સફળ થાય, તેમ દરેક શ્રાવકે પિતાજા કહેબને પાંત્રીસ માર્ગાનુસારી ગુણેમાં તૈયાર કરવાનું છે. જે કુટુંબ તેવું તૈયાર થયું હોય તેને જે વખતે ગુરુઆદિની સામગ્રી મળે, ધર્મની સાસરી મળે, ધર્મનું બીજ ઉગી નીકળે..