________________
આગમજ્યોત પાર્શ્વનાથજી કે અજિતનાથજી આદિ બાવીસ તીર્થંકરનું શાસન સપ્રતિક્રમણ તરીકે ગણાયું નથી, પણ ભગવાન મહાવીર મહારાજનું શાસન સપ્રતિક્રમણ તરીકે ગણાયું છે, તેનું એ જ કારણ છે કે ભગવાન્ મહાવીર મહારાજના શાસનમાં અને પ્રતિદિન પાક્ષિકઆદિ દરેક પર્વે પ્રતિક્રમણ કરવાનું નિયમિત જ છે, તે પછી ભગવાન મહાવીર મહારાજના શાસનની સ્થાપનાને દિવસે જ ભગવાન ગણધર મહારાજાદિ સર્વ સાધુઓને પ્રતિક્રમણ કરવું જ પડે અને તેથી તે પ્રતિક્રમણ સૂત્ર ગણધર મહારાજને તે તીર્થસ્થાપનાના દિવસની સાંજ પહેલાંજ બનાવવું પડે.
૧૧ શ્રમણ ભગવાન મહાવીર મહારાજે જ દીક્ષા લેતી વખતે સર્વ પાપને નહિ કરવાની પ્રતિજ્ઞા કરતાં સામાયિક ઉચ્ચરેલું છે, એ વાત આવશ્યક નિર્યુક્તિ અનેકવાર્થભાષ્ય વિગેરે શાસ્ત્રોના જાણકારાથી અજાણ નથી, તેમજ કેવળ ઉત્પન્ન થયા પછી ગણધરાદિને દીક્ષા આપી, ત્યારે પણ સર્વ સાવધના ત્યાગરૂપ સામાયિક આવશ્યકની તે જરૂર પડી જ છે, છતાં અહીં એકલા સામાયકરૂપ આવશ્યક વિચાર નથી લેવાને, પણ છએ આવશ્યકને વિચાર લેવાને હેવાથી સપ્રતિકમણ ધર્મનું વિવેચન કરવાની જરૂર પડી છે.
૧૨ ભગવાન મહાવીર મહારાજે સુરભિપુર આગળ ગંગા નદી ઉતરીને ઈર્યાવહિયા પડિક્કામી એ આવશ્યકને ચેખો લેખ હોવાથી પ્રતિક્રમણ આવશ્યકને ઈર્યાવહિયા રૂપ વિભાગ કેવળજ્ઞાન કરતાં પ્રથમ પણ હતું એમ માનવું જોઈએ.
- ૧૩ આવશ્યકના જે સૂવો વર્તમાનમાં છે, તે જે અન્યના કરેલાં હેત કે પલટાવેલા હેત તે નિર્યુક્તિકાર ભગવાન આ વર્તમાન સૂત્રેની ઉત્પત્તિ શી જિનેશ્વર ભગવાન અને ગણધર મહારાજથી જણાવત નહિ, તેમજ અનુગદ્વારમાં સામાયિક આદિ સૂત્રને ગણધર મહારાજના આત્માગમ તરીકે જણાવત નહિ.