________________
પુસ્તક ૩-૪
૮. દિવસની શરૂઆત સૂર્યોદયથી થાય છે અને તેથી રાત્રિના અંતે થનાર રાત્રિક પ્રતિક્રમણ જ પાંચે પ્રતિક્રમણેમાં પહેલું હોવું જોઈએ, એવી શંકાના સમાધાનને અંગે આવશ્યકમાં જણાવવામાં આવ્યું છે કે તીર્થની સ્થાપના દિવસે જ થાય છે, અને દિવસે તીર્થની સ્થાપના થયા પછી પહેલામાં પહેલું સાંજે દેવસિક પ્રતિક્રમણ જ કરવાનું હોય છે, તેથી પાંચે પ્રતિકમણેમાં પહેલું દૈવસિક પ્રતિક્રમણ રાખ્યું છે.
આવી રીતે આપેલા સમાધાનથી સ્પષ્ટ થાય છે કે તીર્થસ્થાપનાને દિવસે જ સાંજ થવા પહેલાં ગણધરેએ શ્રી આવશ્યકની રચના ભગવાન તીર્થકરેના વચનને અનુસરીને કરી અને તે આવશ્યક સૂત્રથી સાંજે પ્રતિક્રમણ કર્યું. અર્થાત્ ગણધર મહારાજાઓએ ૧૧ અંગની રચનાને દિવસે જ આવશ્યકસૂત્રની રચના કરી.
૯ ભગવાન્ પાર્શ્વનાથજીના તીથ કરતાં જુદાપણે ભગવાન મહાવીર મહારાજના તીર્થમાં સાધુપણું લેતી વખતે જ સામાન્ય રીતે
નિ મત્તે સૂવથી સામાયિક ચારિત્રને ઉચાર થતું, પણ પ્રાણાતિ પાત આદિન વિરમણરૂપ તેના વિભાગથી ઉચ્ચાર થતું ન હતું, પણ વડી દીક્ષા થાય ત્યારે જ વિભાગથી મહાવ્રતને ઉચ્ચાર થત હતા, અર્થાત્ મહાવીર મહારાજાના શાસનની શરૂઆતમાંજ સામાયિક આવશ્યકને સ્થાન હતું. (તત્વથી ૧૧ અંગની રચના કરતાં પહેલાં પણ એટલે ગણધરોની દીક્ષા થતી વખતે જ સામાયિકના અર્થ અને સૂત્રનો ઉચ્ચાર ખુદ તીર્થકર ભગવાનના મુખે જ થતું હતું.)
૧૦ ભગવાન પાર્શ્વનાથજીના તીર્થમાં પ્રતિક્રમણ કરતા ન હતા એમ ન હતું, પરંતુ અજિતનાથજી વિગેરે બાવીસ તીર્થકરોના સાધુએ લાગેલા નું પ્રતિક્રમણ તે કરતા જ હતા, પણ તે પ્રતિ ક્રમણ તેઓ દેષ લાગે તે જ વખતે કરતા હતા. જે દેષ દિવસે લાગ્યો તે દિવસે, રાત્રિએ લાગે તે રાત્રિએ, અને તેમાં પણ પહેલે પહેરે લાગે તે પહેલે પહેરે અને છેલ્લે પહોરે લાગ્યો તે છે પહેરે લાગેલા દેશનું પ્રતિક્રમણ કરી લેતા હતા, છતાં ભગવાન