________________
૩૩
પુસ્તક ૩–જું
એટલે સંયમ ધર્મના શુછેદની સાથેજ શ્રતમને વિચ્છેદ માનવામાં આવ્યા અને શ્રતધર્મ ચુછેદની સાથે જ સંયમષમને મ્યુચ્છેદ માનવામાં આવ્યો, એટલે કૃતધર્મ અને સંયમ ધર્મની પ્રવૃત્તિ જેમ સાથે થાય તેમ નિવૃત્તિ પણ સાથેજ થાય. માટે સંયમધર્મને કે જૈનધર્મને જેને જેને લાભ લેવો હોય તેને મૃતધર્મની પ્રવૃત્તિમાં પ્રથમ નંબર રાખવું જોઈએ.
આ વાત જેઓના ધ્યાનમાં હોય તેઓ ભગવાન જિનેશ્વર મહારાજે અર્થ થકી પ્રવર્તાવેલા અને ભગવાન ગણધર મહારાજે સૂત્રથકી ગુંથેલા આગમને જૈનધર્મના આધાર તરીકે માનવામાં કદી પણ કચાશ રાખશે નહિં.
આ વસ્તુ જ્યારે વિચારવામાં આવશે ત્યારે મહારાજા કુમા રપાળે, મંત્રી વસ્તુપાલ-તેજપાલે અને સંગ્રામની વિગેરે ભાવિક શ્રાવકોએ શાદ્ધારને માટે અનર્ગલ દ્રવ્ય કેમ ખરચ્યું? તે સમજી શકાશે. અને તે સમજવામાં આવશે.
આ ઉપરથી કઈ પણ શ્રદ્ધાળુ મનુષ્ય શ્રતધર્મ એટલે આગમની અવિચ્છિન્નતા માટે કટિબદ્ધ થયા સિવાય રહેશે નહિ.
ધ્યાન રાખવું કે ખુદ ગણધર મહારાજના સંયમ અંગીકારની વખતે જ ઈંદ્ર અને દેવતાઓ જે સુગંધિ ચૂર્ણ અને પુષ્પની વૃષ્ટિ ગણધર મહારાજના મસ્તકે દ્વાદશાંગીરૂપી આગમની અનુજ્ઞા-વખતે કરો છે અને શાસ્ત્રકારોએ સ્થાને સ્થાને લખી છે.
આ વાતને ધ્યાનમાં લેનાર સુજ્ઞ મનુષ્ય આગમ ઉપર જરૂર અવિચલ પ્રીતિ ધારણ કરી તેની સુરક્ષાને માટે તન, મન અને ધનથી કટિબદ્ધ થશે.
$ “નિશ્રાવર્તીપણું અને વિધિપૂર્વકની આ ક્રિયા ધર્મરથના બે ચક્રો છે.
આ, ૩-૪