________________
આગમજ્યોત . એમ હોવાથી ભગવાન સિદ્ધસેન દિવાકરછની વખતે પણ શ્રીનવપદજીની પાવા તરીકે કલ્પના હેઈ તેની કર્ણિકામાં ભગવાન અરિહંતનું સ્થાન પ્રસિદ્ધિમાં આવેલું હોવું જોઈએ, અને તેથી શ્રીનવપદજી કે શ્રીસિદ્ધચક્રની માન્યતા ભગવાન સિદ્ધસેન દિવાકરજીની પહેલાંની માની શકાય.
આવી રીતે શ્રી સિદ્ધચક્રના આદિબીજ તરીકે અથવા શ્રીનવપદજીરૂપી પદ્યની કણિકાના સ્થાનને શોભાવનાર તરીકે ભગવાન અરિહંતને કેમ ગયા? તે આ સ્થાને વિચારવું પ્રસ્તુત છે.
કારણ કે જૈનશાસના અને તેને અનુસરનારાઓના નિયમ પ્રમાણે તે અધિક ગુણવાળાને અધિક પદ મળવું જોઈએ અને તે અપેક્ષાએ ચાર અઘાતીકમથી બંધાએલા એવા અરિહંત મહારાજા કરતાં ચાર ઘાતી અને ચાર અઘાતી એમ આઠે કર્મોથી સદાને માટે સર્વથા મુક્ત થયેલા એવા સિદ્ધ મહારાજાએ છે અને તે સર્વગુણુવાળા હોવા સાથે અરિહંત મહારાજાઓને પણ અમુક વખતે આરાધવા લાયક હેઈ સર્વોત્કૃષ્ટ મનાવવા જોઈએ, અને તે સિદ્ધ મહારાજાઓને જ શ્રી સિદ્ધચક્રના આદિબીજ તરીકે શ્રીનવપદરૂપી પદ્મના કર્ણિકાભાગને શોભાવનારા ગણવા જોઈએ.
છતાં ઉપર જણાવેલું સિદ્ધપણું પ્રાપ્ત કરનાર કે તે સિદ્ધપણાના માર્ગને સ્વયં એકાકિપણે આચરી તે આચરવાના મુખ્ય ફળ કેવળ જ્ઞાનને મેળવી શ્રોતાઓને તે રસ્તે લાવી સિદ્ધપણું પ્રાપ્ત કરાવનાર ભગવાન અરિહંતે જ છે. એટલે કે સિદ્ધ મહારાજાના સામર્થ્યથી અરિહંતપણાની કે અરિહંતની ઉત્પત્તિ કે સ્થિતિ નથી, પણ ભગવાન અરિહંતેના સામર્થ્યને આધારે જ સિદ્ધોનું થવું અને તે સિદ્ધ મહારાજાઓના સ્વરૂપની જાહેરાત થવા સાથે તેઓનું આરાધ્યપણે જગતમાં સિદ્ધ થાય છે અને પ્રસરે છે.
આથી અરિહંતાદિકને જણાવનાર એવા આચાર્યાદિક કે જેઓ ભગવાન અરિહંતની પર્ષદારૂપ છે, તેઓને અરિહંતાદિકને જણાવનાર