________________
છતાં હાથમાં માછલાં રાખવાથી તે ઉત્તમતા આવી જતી નથી, એ સ્પષ્ટ છે.
એટલે સામુદ્રિક શાસ્ત્રની અપેક્ષાએ જેમ જવ અને મત્સ્યની પદાર્થ દ્વારા ઉત્તમતા નથી, પરંતુ આકાર દ્વારા જે ઉત્તમતા છે તેવી રીતે અત્રે પૂજન આદિ અધિકારમાં પણ દર્પણદિકની સ્વયં ઉત્તમતા નથી, પરંતુ આકાર દ્વારા ઉત્તમતા છે. અને તેથી સૂત્રકારોએ અષ્ટમંગલનું આલેખન જ પૂજાવિધિમાં જણાવ્યું છે અને શ્રી દેવેન્દ્ર સૂરિજીએ પણ અષ્ટમંગલનું આલેખન જ જણાવેલું છે.
ધ્યાન રાખવું કે સૂત્રકાર મહારાજ કે શ્રીદેવેન્દ્રસૂરિજીએ અષ્ટમંગલને ધરાવવાનું કે ચઢાવવાનું જ થતું નથી.
આ ઉપરથી પણ સ્પષ્ટ થાય છે કે અષ્ટમંગલનું આલેખન જ માત્ર મંગલરૂપ છે અને એ અષ્ટમંગલમાંના કોઈપણ દર્પણ કે મર્યા યુગલ જેવા મૂલ પદાર્થની સાથે કેઈપણ જાતને મંગળપણને સંબંધ નથી.
અહીં વાચકે એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની કે આઠ દિવસને અછાહ્નિકા મહત્સવ હોય છે. અને આઠ દિવસની અઠ્ઠાઈ હોય છે, છતાં તે દરેક દિવસને અઠ્ઠઈ મહોત્સવ તરીકે અને અઠ્ઠાઈ તરીકે ઓળખવામાં આવે છે.
એવી રીતે આ સ્વસ્તિકાદિક કે દર્પણદિક તરીકે આલેખના આઠે આકારને અષ્ટમંગલ તરીકે ગણવામાં આવે છે, છતાં તેના એકેક આકારને પણ અષ્ટમંગલ તરીકે ગણવામાં આવે છે, તેથી જ સૂત્રમાં અને ગ્રંથમાં અષ્ટમંગલના ચલાવવામાં તથા આલેખવામાં આ૬
એમ કહી પાછાનિ એમ જણાવવામાં આવે છે. એટલે તે આઠે સમુદાયમાં જેમ અષ્ટમંગલ સંજ્ઞા છે, તેવી જ તેના સ્વસ્તિકાદિ એકેકમાં પણ અષ્ટમંગલ તરીકેની સંજ્ઞા સમજવાની છે, અથવા તે અષ્ટ અષ્ટમંગલ આલેખવાનું પણ હોય તે - નવાઈ જેવું નથી.
કેટલાકનું કહેવું એમ પણ થાય છે કે નથી તે એક મંગલની અષ્ટ સંજ્ઞા, નથી તે આઠ વખત અષ્ટમંગલ આલેખવાનું, કિન્તુ