________________
-
પુસ્તક ૩જું પણું અસલ જૈનસંઘમાં આસો અને ચૈત્રના મહિનામાં સુદિ સાતમથી પૂર્ણિમા સુધીના નવ દિવસોમાં એક એક પદની એક એક દિવસે સ્વતંત્ર આરાધના કરી જે એલીજીના વતે દરેક વર્ષે બે બે વખત કરાય છે, તેને તેમજ તે આરાધનાને અંગે તે એળીજીના દિવસમાં લાગેલા નવ દિવસ સુધી વર્ણ પ્રમાણે નિયમિત એક ધાનવાળા કે સામાન્ય રીતે જે આયંબિલે કરાય છે, તેને પડછાયે પણ અસલ જૈનસંઘમાંથી નીકળેલા દિગંબરે કે સ્થાનકવાસીઓમાં જણાતું નથી.
અસલ જૈનેની બહોળી વસતીવાળા કેટલાક ગામોમાં તે તે ઓળીજીના દિવસે લોકોને આરાધના અને તપની સગવડ માટે જુદી જુદી સારી રકમ કાઢીને તેના વ્યાજમાંથી કે જુદા જુદા ગૃહસ્થ જુદા જુદા દિવસનું ખર્ચ નિયમિત આપવાનું રાખીને ચાલુ વ્યવસ્થા કરે છે.*
*આ સ્થાને એક વાત વિચારણીય છે કે મુંબઈ નગરની શ્રીનવપદ સમાજની ટાળી દરેક વર્ષે આસો મહિનામાં પરદેશ જવાથી વિરાધનાના સંભવથી આસો મહિનામાં આખી ટોળી બહાર લઈ જતા નથી, પણ ચૈત્ર માસની ઓળીજીના વખતે તે સમાજ કેઈ૫ણ તીર્થસ્થાન કે તેવા ઉત્તમ સ્થાનમાં નિરૂપાધિપણે શ્રીનવપદજીની આરાધના કરવા માટે ઉપડી જાય છે અને જે સ્થાને સમાજ જનાર હોય છે તે સ્થાને અન્ય દેશોમાંથી પણ શ્રીનવપદજીની આરાધના માટે લેકોને એકત્રિત કરે છે. તે સમાજની તે તે સ્થાનમાં તે તે વખતની કરેલી આરાધનાને જોનારા અને અનુભવનારા ખુલ્લી રીતે મુક્તકંઠે કહે છે કે એક જિંદગીનો અપૂર્વજ ધર્મારાધનાને પ્રસંગ છે.
તે સમાજે તે શ્રીનવપદજીની આરાધના કરવા માટે તીર્થાદિ સ્થાનમાં જતાં અને આરાધના કરતાં જોઈતા અનુકૂળ નિયમો પણ કરેલા છે અને તે નિયમો તેના રિપોર્ટ ઉપરથી જોઈ શકાય છે, પણ આ સમાજનું જે તીર્થાદિ
સ્થાને શ્રીનવપદજીની આરાધના માટે જવું થાય ત્યાં સકળ દેશના લોકોને દૂર હોવા વિગેરેના કારણથી દરેક વખતે દરેક દેશવાળાને આવવાનું ન થાય એ સ્વભાવિક હોઈ દીર્ધદષ્ટિથી જે તેઓ જુદા જુદા પ્રાંતમાં પ્રતિવર્ષે શ્રીનવપદજીની આરાધનાને લાભ લેકે લઈ શકે એવી ગોઠવણ થાય, તો તે ઘણું અનુકૂળતાભરેલું ગણાય.