________________
પુસ્તક ૩
આ નવપદમય સિદ્ધચક્રની આરાધના દરેક આસો અને ચૈત્ર માસમાં સુદી સાતમથી પૂર્ણિમા સુધીના દિવસોમાં કરવામાં આવે છે, તે વાત જગપ્રસિદ્ધ છે જ.
જોકે સામાન્ય રીતે શ્રી સિદ્ધચકની-નવપદની આરાધના બારે માસ અને ત્રીસે દિવસ જૈનેમાં પ્રચલિત છે જ અને તેથી ઘણા જૈને પિતાને ઘેરે, મુસાફરીમાં શ્રીસિદ્ધચક્રના યંત્રને ગટ્ટાના નામે રાખે છે અને ઘણા મોટા ભાગે જેનધર્મના ચૈત્યમાં શ્રી નવપદજીનાં યંત્ર એકાદ નહિ પણ મોટી સંખ્યામાં હોય છે અને તે દરેકની પૂજા પ્રતિદિન દરેક જેને કરે છે, તેમાં પણ શ્રી સિદ્ધચક્રના યંત્રે જેવી રીતે અને જેટલી સંખ્યામાં અસલ જેનેના મંદિરમાં મળે છે, તેના હજારમાં ભાગે પણ જેનેમાંથી નીકળેલા દિગંબર જૈનેના હજારે મંદિર છતાં પણ મળતાં નથી, છતાં તે દિગંબર જૈનોની તે શ્રી નવપદમય શ્રી સિદ્ધચક્રની પ્રતિદિન આરાધ્યતા હોય તેમાં કંઈ વાંધો નથી.
(૧૮ મા પાનથી ચાલુ) એ પણ યાદ રાખવાની જરૂર છે કે સહસ્રમલ દિગંબર જૈનેએ સર્વથા સાધર્મિકપણામાંથી કાઢી જ નાખ્યો છે, અને તેથી ઈતર નિદ્ધવોને માટે કરેલા અશનાદિને આધાકર્મ માનીને ત્યાગ કરવામાં તે નિદ્ધને બારે પ્રકારના સાધુવ્યવહારથી દૂર કરવા માટે શ્રીસંઘે કાયોત્સર્ગ કરેલો અને તે દ્વારા તેઓને દૂર કર્યા છતાં તે ઈતર નિહ્મને રજોહરણાદિ વેષ જૈનસંધના સાધુ જેવો હોવાથી શ્રી જૈનસંધના સાધુઓથી તેઓની ભિન્નતા લેકમાં જાહેર હેય પણ ખરી અને કદાચ ન પણ હોય.
તેથી તે ઈતર નિહ્નોને માટે કરેલા અનાદિકનું આધાકમપણે જયાં નિદ્દો ભિન્ન થયાનું જાહેર હોય ત્યાં ગણવામાં આવે નહિ, પણ જે ગામમાં લેકમાં તે ઈતર નિહ્નોનું ભિન્ન પણું રજોહરણદિ વેષની સામ્યતાને લીધે જાહેર ન હોય તે રથાનમાં તે ઇતર નિદ્ધ માટે કરેલા અશનાદિકને આધાકમ ગણીને વર્જવા જોઈએ એમ ઈતર નિદ્ધ માટે આધાક વર્જવા • માટે વિકલ્પ જણાવે છે,
પણ બોટિક (દિગંબર)ને માટે ભિન્નતા લોકોમાં સ્પષ્ટ હોવાથી તેના સાધુ માટે કરેલા અનાદિક આધાકમ કહેવાય નહિ, કેમકે તેમને શ્રીસંઘે બહાર કાઢ્યા છે, અને લોકોમાં પણ તે બહાર કાઢેલા તરીકે જાહેર થએલા છે.