________________
એ શ્રી સિદ્ધચક્ર યન્ત્રમાં કર્ણિકા સ્થાને છે ( શ્રી અરિહંત કેમ? ત્રિલોકનાથ તીર્થકર ભગવાનરૂપી અરિહતેની તે સિદ્ધ કરતાં પણ પ્રથમ આરાધ્યતા કેમ?
શાસનનાયક ભગવાન મહાવીર મહારાજથી અવિચ્છિન્નપણે ચાલ્યા આવતા શ્રી જૈનસંઘમાં કે તે જૈનશાસનમાંથી સાધમિ. પણાના પણ સંબંધ વિનાના અને વસવાળા જન મૂળ સંઘમાંથી ઉતરેલા હાઈ પિતાને દિગંબર*એટલે દિશારૂપી વસ્ત્રવાળા, તરીકે જાહેર કરનાર દિગંબર જેમાં અને શાસ્ત્રીય રીતે તથા લૌકિક રીતે પણ સ્થાપના નિક્ષેપાની આરાધ્યતા સિદ્ધ છતાં જેઓએ ભગવાન જિનેશ્વરદેવની પ્રતિમાની માન્યતા અને પૂજા વિગેરે ઉડાવી દીધા તેવા સ્થાનકવાસીઓમાં પણ શ્રી સિદ્ધચક્ર અને શ્રીનવપદપદ્મની માન્યતા જાણબહાર નહિ હવા સાથે ઘણી જ પ્રચલિત છે.
* કોઈપણ જૈનાગમમાં જૈનેને મૂળ શાખાને તાંબર તરીકે જણાવી નથી.
શ્વેતાંબર તરીકે મૂળ શાખાને વિશેષણ તરીકે લગાડવાને પ્રસંગ દિગંબરોની ઉત્પત્તિ પછી ઘણા સૈકા થઈ ગયા પછી જ શાસ્ત્રોમાં ઉપલબ્ધ થાય છે અને તે જૈન મૂળ શાખામાંથી નીકળેલા દિગંબરોને માટે દિગંબર એવો શબ્દ તેમના મૂળ પુરુષ કુંદકુંદ (કૌડિન્ય)થી શરૂ થયેલ છે, અને તેથી જ વર્તમાનમાં પણ સમજદાર જેને પોતાને માટે જેનશબ્દની પાછળ વેતાંબર શબ્દથી ઓળખાણ જવલેજ આપે છે, કારણ કે જુદા પડનારા દિગંબર જૈનેની પાછળ દિગંબર એવો શબ્દ જોડવાની જરૂર પડે તે સ્વાભાવિક છે, પણ મૂળ શાખા૫ જૈનેને તે દિગંબરોથી ભિન્નતા બતાવવા ખાતર પણ શ્વેતાંબર વિશેષણ લગાડવું વ્યાજબી નથી. જે દિગંબર અને વેતાંબર બંને વિશેષણથી બંને ઓળખાય તો મૂળ આદિ જૈનધર્મ પાળનારી કઈ જનતા હતી તે પારખવું મુશ્કેલ પડે !