________________
આગમજાત
છે એમ કહેવું તે પ્રથમાનુગ આદિ શાસ્ત્રોની રચનાના કે કલ્પસૂત્રતા જિનાવલી, સ્થવિરાવલી અને સામાચારી રૂ૫ વાગ્યના અજાણપણાને જ આભારી છે.
આ શ્રી કલ્પસૂત્રનું સાધુસમુદાયમાં પ્રાચીન કાળથી વાચન હતું એટલું જ નહિ પણ ચતુર્વિધ સંઘ સમક્ષ પણ આ શ્રી કલ્પસૂત્રનું વાચન શ્રી નિશીથચૂર્ણિકાર ભગવાનના ઘણા પહેલા કાળથી આનંદપુર નગરમાં હતું એમ શ્રી નિશીથચૂર્ણિને જાવનાર દરેક સુજ્ઞ કબુલ કરશે,
આ રીત પૂર્વકાળથી નિયમિત પૃથગૂ વાંચનને અંગે જ આ શ્રી કલ્પસૂત્ર ઉપર વિશેષથી ચૂર્ણિ, પંજિકા વિધવિધ અંતર્વોચ્ચ અને કેઈપણ બીજા સૂત્ર ઉપર નહિ તેટલા પ્રમાણની સકાઓ થએલી છે, અને કેઈપણ સૂત્રની મૂળની પ્રતે જેટલા પ્રમાણમાં હોય છે, તેના કરતાં ઘણું મોટા પ્રમાણમાં એકલી કલ્પસૂત્રની મૂળની પ્રતે ઘણા પ્રાચીન કાળથી લખાતી આવે છે.
વળી કેઈપણ અંગ, ઉપાંગ કે છેદસૂત્રની મૂળની પ્રતેને શ્રીસંઘે શણગારી નથી તેવી રીતે આ શ્રી કલ્પસૂત્રની મૂળની પ્રતેને સુવર્ણ, રજતના ચિત્રથી ચીતરાવીને શણગારી છે એટલું જ નહિ પણ સુવર્ણ, રજતની શાહીઓ બનાવીને તેથી આ શ્રી કલ્પસૂત્રના પુસ્તકો લખાવીને આ શ્રી કલ્પસૂત્રના મહિમાને ઘણા પ્રાચીન કાળથી જગજાહેર રાખે છે.
યાદ રાખવાની જરૂર છે કે પૂ. આ. શ્રી દેવગિણિક્ષમાશ્રમણજીએ જે આ શ્રી કલ્પસૂત્રની રચના કરી હતી તે પિતાના પૂજ્યપાદ ગુરુ મહારાજ સુધીની પટ્ટાવલી શ્રી કલ્પસૂત્ર ત્રીજા સામાચારીરૂપ વાગ્યને પૂરું કર્યા પછી જ આપત. વળી પિતાની એકલાનીજ ગુરુપરંપરા જેમ ઈતર ગ્રંથકારે પિતાના ગ્રંથના અંતભાગમાં આપે છે તેવી રીતે પૂ. આ. શ્રી દેવગિણિક્ષમા. શ્રમણજી પણ જે શ્રી કલ્યસત્રના કર્તા હતા તે તેના અંતમાં માત્ર પિતાની ગુરુપરંપરા જ આપત.