________________
આગમત દષ્ટિ ફરે એટલે ધન પર્મમાં ખર્ચાય
પહેલાં મારે ને મારા કુટુંબને માટે ઉપયોગી એ બુદ્ધિ હતી. હવે આ ધનને અંગે, મોક્ષમાર્ગ અંગે ઉપયોગી એ ભાવ થાય, મોક્ષમાર્ગના સાધને માટે એ તયાર થાય એટલે મળેલી લક્ષમી વિવેકબલે સત્પાત્રમાં વાપરવારૂપની આદર્શ પ્રવૃત્તિ ધરં વાર શબ્દથી મહાશાવકની જણાવી છે. સાતેય ક્ષેત્ર સ્વતંત્ર છે- મુખ્ય છે
હવે સાતક્ષેત્રમાં મંદિરનું ક્ષેત્ર, મૂર્તિનું ક્ષેત્ર જુદા કર્યા બંનેને એક રાખીને દેવક્ષેત્ર કર્યું હોય તે દેવદ્રવ્ય શબ્દ જેમ રાખે છે, તેમાંથી મંદિર-મૂર્તિ બંનેનું સંરક્ષણ થાય છે, તેમ એક જ દેવ ક્ષેત્ર કેમ નહીં! તેને ખુલાસો એ છે કે આ જે સાત વિભાગ પડયા છે, તે પેટાવિભાગ વગાસ્ના મુખ્ય છે.
મંદિર, પિટાવિભાગ નહિ, મૂર્તિ, પિટા વિભાગ નહિ, જ્ઞાન, પિટા વિભાગ નહિ, સાધુ વિગેરેના પેટા વિભાગ નહિ, પેટાવિભાગ કે મુખ્ય ભેદ ગણે તે આ જ. તેથી મંદિર-મૂત્તિ જુદા રાખવાની જરૂર, જુદો ન રખાય તે મૂર્તિમંદિરના વિભાગ જુદા કરવા પડે. મંદિર ક્ષેત્ર અને મૂર્તિક્ષેત્ર વચ્ચે ભેદ કેમ!
મંદિર છે તે મંદિર છે, તે સામાન્ય જનસમૂહને દષ્ટિગેચર થવાવાળી ચીજ. તેથી મંદિરને અવગ્રહ શિખર દેખાય ત્યાં સુધી, જે જગે પરથી શિખર દેખાય ત્યાંથી રાજચિહ્નો છેડવાં પડે. સંઘ લઈને આવ્યા હેય, શિખર દેખાય ત્યાં ત્રિજ કરીએ છીએ. અવગ્રહ ત્યાં સુધી, તીર્થદર્શનને મહત્સવ પણ ત્યાંથી કરીએ છીએ.
પ્રતિમાને અવગ્રહ સાત કે આઠ હાથ રાખીએ. બેના અવ "ગ્રહ જુદા.
મૂર્તિ દેખે ત્યાં દર્શન કરૂં છું, શિખરે ભવિષ્યની આગાહી આપી. મૂર્તિના દર્શનભવ્યાત્મા દહેરામાં જાય ત્યારે પામે. મંદિરના દર્શન સહેજે આબાળગપાળ પામે. જૈન મંદિર દેખીને જૈનપણાની