________________
પુસ્તક ૩-જું
કદાચ શંકા કરવામાં આવે કે ગણધરોએ પૂર્વગતશ્રુતમાં રચેલા પર્યુષણુકલ્પમાં અને પૂ. આ. શ્રી ભદ્રબાહુસ્વામીજીએ ઉદ્ધત કરેલા પર્યુષણકલ્પમાં આચાર્ય મહારાજ દેવદ્ધિગણિક્ષમાશ્રમણ સુધીની પરંપરા કેમ આવી? - કેક એમ પણ કહે કે વાસ્તવિક રીતિએ એમ કેમ ન માનવું કે આ પર્યુષણકલ્પની રચના આચાર્ય ભગવાન દેવદ્ધિગણિક્ષમાશમણજીએ કરેલી હોય? અને તેઓશ્રીએ પિતાની તે સ્વતંત્ર રચના છે, એમ જણાવતાં ભગવાન મહાવીર મહારાજથી ગુરુ સુધીની બધી પિતાના પાટપરંપરા આપી હેય.
આવી રીતે થતી શંકાના સમાધાનમાં સમજવાનું કે ભગવાન ગૌતમ સ્વામીના પૂર્વગતશ્રત પણે રચેલા પર્યપણુક૯૫માં કે શ્રુતકેવલી યથાર્થ યુગપ્રધાન ભગવાન ભદ્રબાહુ સ્વામીજીના રચેલા પયુંષણક૯પમાં આચાર્ય મહારાજ દેવદ્ધિગણિક્ષમાશ્રમણજી સુધીની પાટ પરંપરા ભવિષ્યના જ્ઞાનને હિસાબે લખી શકે તેમ છતાં પણ ન લખી હોય, પણ તીર્થકર મહારાજાઓના ચરિત્રે જે તે કલ્પસૂત્રમાં વર્ણન કરવામાં આવે છે તે બધા ચરિત્રે ભગવાન ગણધર મહારાજાની વખતે ન હતાં, અગર પૂ. આ. શ્રી ભદ્રબાહુસ્વામીજી પૂર્વગતશ્રતના પ્રથમાનુગમાં આવતાં તીર્થકરોના ચરિત્રથી અજાણ્યા હોય અને પર્યુષણુક૯પમાં ન ઉતર્યા હોય એમ કહી શકાય નહિ.
જેમ ભગવાન તીર્થંકર મહારાજના ચરિત્રે હંમેશને માટે નિયમિત હતા તેવી રીતે સાધુઓની વર્ષાકાળની મર્યાદા રૂપ ધર્મ કે જેમાં ચાતુર્માસનું અવસ્થાન, વિકૃતિઆદિને ત્યાગ, અનેક પ્રકાર જીની યાતના, લેચનું વિધાન, તપસ્યા અને તેના પારણાને વિશે તપવિશેષને અંગે ગ્રહણ કરાતા જલવિશે, વર્ષાકાળને અને ગેચરી પાણીનું બંધારણ, બહાર નીકળેલા સાધુ-સાધવી એને વરસાદના રોકાણને લીધે થતા અવસ્થાનની વિધિ તેમજ થએલા કે