________________
આગમત નવા મતને માનનારા લોકે તે તે નવા નવા મતને પ્રવર્તાવનારાઓના જન્મ કે મરણ, જય કે પરાજ્યને ઉદ્દેશીને કે તેને તેવા કેઈપણ અપૂર્વ મનાએલા કાર્યને ઉદ્દેશીને પર્વને ઉજવે છે.
કેટલાક મતવાળાએ તે પિતપતાના આચાર્યોની ગાદીનશીન ક્રિયાના મહત્સવને ઉજવે છે. શ્વેતાંબર સંઘમાં પણ કેટલાક પિતાના ગુરુની મરણતિથિ કે પાટોત્સવના દિવસેને પર્વ ગણી તે તે દિવસે તે તે પવિત્ર કાર્યો કરી ઉજવણી કરે છે.
પરંતુ પર્યુષણ પર્વ એ સમગ્ર જૈનશાસનનું અપૂર્વ મહત્તમ પર્વ છે. તે પર્વ કેઈપણ તીર્થકર ભગવાનની વ્યક્તિને કે કેઈપણ ગણધર મહારાજની વ્યક્તિને યાવત્ કોઈપણ આચાર્ય, ઉપાધ્યાય કે સાધુની વ્યક્તિને ઉદ્દેશીને પ્રવતેલું નથી, પણ તે પરમપવિત્ર પર્યુષણ પર્વ ભગવાન વીતરાગના માર્ગના દયેયને ઉદેશીને જ પ્રવર્તેલું છે.
જો કે તે પર્યુષણ પર્વમાં પહેલા અને છેલા તીર્થકર મહારાજાના શાસનમાં સર્વ મુનિઓને સર્વકાળે પાંચ દિવસમાં નવ વાચનાએ કલ્પસૂત્રનું કથન કરવાને નિયમ છે.
અહીં કેટલાક એમ સમજતા હોય છે કે શ્રી કલ્પસૂત્ર પૂ આ. ભદ્ર બાહુસ્વામીજી પૂર્વેન હતું પણ પૂ. આ. શ્રી ભદ્રબાહુસ્વામીજીએ શ્રી દશાશ્રુતસ્કંધ નામના છેદસૂત્રના આઠમા અધ્યયનપણે પર્યુષણકલ્પ નામે અદયયન દ્વારા વર્તમાનનું કલ્પસૂત્ર ગોઠવ્યું ન હતું તે પહેલાં પણ પૂર્વગતકૃતમાં રહેલું તે કલ્પાધ્યયન સર્વ સાધુઓ કથન કરતા અને સાંભળતા હતા. - પર્યુષણકપની ભગવાન ભદ્રબાહુસ્વામીએ નવી જ ઉત્પત્તિ કરી છે એમ નથી, પણ ભગવાન ભદ્રબાહુસ્વામીની પહેલાં પણ ગથરાએ પૂર્વગતશ્રતની અંદર તે પર્યુષણકલપની સંકલના કરેલ જ હતી. એટલે પૂ. આ. શ્રી ભદ્રબાહુસ્વામીજીએ તે માત્ર નિયંહણ-પૃથસ્થાપના જ કરી.