________________
પુસ્તક ૨-જુ લાગતું હોય. તે નેતાં બધાને દેવાં પડે! ધીરે તેવા બધાને નેતરાં દેવા પડે. મેક્ષ થઈ જાય, ક્ષપકશ્રેણિ થઈ જાય, ત્યાં સુધી બધાને નેતરાં દેવાના. તેમ આ રીતે આ આત્માને કયા કારણથી ક ભાવ જાગશે! તેને પત્તો નથી. કયા આલંબને સાયિક ભાવ પામશે ? તેને પત્તો ન હોય, તેથી જેટલા શાહુકાર છે તેમને ત્યાં ચેખા મેલવા પડે! જેટલા શાહુકાર કર્મથી બચાવનારા, તેમને ત્યાં ચેખા મૂકવા-તેમાં બેટું શું? કર્મને ક્ષપશમ શાથી થશે? તેને પત્તો નથી, તેથી પાંચ પરમેષ્ઠી-નવપદોને જાપ કરીએ છીએ, તેમ સાતે ક્ષેત્ર સરખાં છે, તેથી કેના આલંબનથી બેડો પાર થશે? તેને પત્તો નથી, માટે બધા આરાધવા જોઈએ. તેથી સપ્તક્ષેત્રમાં એક સરખે આરાધ્યભાવ, સાતે ક્ષેત્રમાં ધન વાવે.
ધન શબ્દથી શું લેવું? મહાશ્રાવકનું લક્ષણ થયા પછી દયા શી ચીજ છે? વગેરે મહાશ્રાવકનું સંપૂર્ણ લક્ષણ જણાવાશે તે અગ્રે વર્તમાન !!!
નિકાચિત કર્મ તોડનાર તપસ્યા કઈ?
ક્ષપટ્ટેણિ કર્મ પ્રકૃતિ નિકાચિત હોય તે પણ તેને તેડી નાખે. અપૂર્વકરણમાં નિકાચિત કર્મોને પણ તેડી નાંખે “તપાળિયા" તપસ્યા કરીને નિકાચિતને નાશ કરાય, આયંબિલ, એકાસણા નહીં. પણ અપૂર્વકરણ વખતે જે અધ્યવસાયે તે ધ્યાનરૂપ તપસ્યા છે. તેનાથી નિકાચિતને નાશ થઈ શકે, સમ્યક્ત્વનું અપૂર્વકરણ તે સાતે કર્મની અંતઃ કોટાકેટીથી જેટલી અધિક સ્થિતિ હોય તેને તેડીને સાફ કરે. ત્યારે ગુણઠાણાનું અપૂર્વકરણ સાતે નિકાચિત હોય તે તે પણ અંત કોટાકેટી છે. તેમાં જે નિકાચિત હોય તેને પણ તેડી નાંખે; આટલી બધી અપૂર્વકરણની તાકાત હોય છે!!!
ડશક પ્રકરણ વ્યાખ્યાન સંગ્રહ ભાગ ૨ પાના નં. ૨૨૩