________________
આગમત આ જીવનમાં મેળવેલી કે મળેલી બધી વસ્તુ મેલી જ દેવાની છે, તે પછી ભવિષ્યના ભવનું સુંદર જીવન અને તેના નિર્વાહના સાધન મેળવવાની ચિંતા પરભવની હયાતી માનના હરકોઈ મનુષ્યને પણ થાય તે સ્વાભાવિક જ છે. હિંદુ શબ્દની વ્યુત્પત્તિ
એક વગ' જયારે આવી રીતે કેવળ એક ભવ માનવામાં લીન થએલે છે જયારે બીજો વર્ગ કે જેને આપણે હિંદુ તરીકે ઓળખીએ છીએ તે આત્માને એકેક ભવથી બીજે બીજે ભવે હિંદવાવાળો (ભટકવાળ) માની આત્માને હિંદુ તરીકે ઓળખે છે (જુઓ ભગવતીજી સત્ર શતક ૨૦ ઉ. ૨) અને તેવા હિંડુ આત્માને માનવાવાળા જન તેિજ હિંદુ તરીકે ઓળખાવા લાગ્યા
આ જ કારણથી જેન, શિવ, વૈષ્ણવ, બૌદ્ધ, વગેરે સમગ્ર અનેક ભવ માનવાવાળો સમુદાય “હિંદુ' તરીકે ઓળખાવા લાગે, અને તે જ કારણથી આ હિંદુસ્તાનમાં રહેવાવાળા મનુષ્ય અનેક ભિન્ન-ભિન્ન મતવાળા છતાં પણ એક “હિંદુ’ નામથી ઓળખાવા લાગ્યા. હિંદ શબ્દની ભ્રામક વ્યાખ્યા
કે વર્તમાનમાં કેટલાકની કાપના સિધુ નદી'સિંસ્થા શબ્દ મળમાં લઇ હિંદુસ્થાન એ શબ્દ બનાવે છે, જેને એવી રીતે સિંધુ નામથી ગોઠવણ કરી ષની માત્રા ઘટાડવા માટે એરંગીનાએ પ્રયત્ન કર્યો છે, પણ સિંધુ નદી શિવાય બીજા દ્વારા પૂર્વ, પશ્ચિમ ઉત્તર કે દક્ષિણમાં હિંદુઓ કે ઈતરાની જાવણ–આવણ ન હતી એમ માની શકાય તેમ નથી અને તેવું માનવાને પુર પણ નથી.
હિંદુસ્થાનની ચારે બાજુ રહેવાવાળી વસતિ આત્માના અનેક ભવાંતરને માનવાવાળી હતી અને છે.