________________
પુસ્તક ૩-જું
આ બધી વાત ધ્યાનમાં લઈ શાસકારે જીવમાત્રને દુર્ગતિમાં એટલે ભવિષ્યની અશુભ જિંદગીમાં પડતાં બચાવનાર પ્રવૃત્તિને ધર્મ શબ્દમાં રહેલા ધાતુના ધારણુરૂપ અર્થના આધારે જણાવે તેમાં આશ્ચર્ય નથી.
આ વિવેચનથી જ દુગતિમાં પડતાજ હતા અને તેને ધારણ કરનારા પદાર્થની જરૂરજ હતી એમ માનવામાં સંશયને અવકાશ રહેતો નથી. સદગતિધારણુરૂપ અર્થનું સૂચન.
જેકે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીએ ધાતુના એકલા ધારણ અર્થને જ આગળ કરી આચાર્ય ભગવાન ધર્મશેષ સારના મુખે ટુતિ પતાસુધrofia gશે એટલું જણાવેલું છે, પણ તેજ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીએ શ્રીગશાસ્ત્ર વગેરે શાસ્ત્રોમાં દુર્ગતિમાં પડતા જીવોને બચાવવા રૂપ ધારણ અર્થ લેવા સાથે સદ્ગતિમાં સ્થાપવારૂપ પિષણ અર્થ પણ લીધેલ છે.
પણ ભૂતકેવળી સમાન શ્રી ધમષસૂરિજીના મુખમાંથી તે અર્થતે સદ્ગતિમાં ધારણ કરવારૂપ પિષણ અર્થ નથી લીધે, તેમાં કેઈપણ પ્રકારે વિરોધ લઈ શકાય તેમ નથી, કારણ કે જેમ એક ત્રાજવાનું અવનમન તે બીજા ત્રાજવાનું ઉન્નમન અને એક ત્રાજવાનું ઉન્નમન તેજ બીજા ત્રાજવાનું અવનમન છે. જેમ તે તુલાનું ઉન્નમન અને અવનમન ક્રિયા અને ભાવવરૂપ હાઈ અભાવરૂપ કહી શકાય નહિ પણ ઉન્નમન, અવનમન બંને સદુભાવ સ્વરૂપ છે.
તેવી રીતે જેટલા અંશે આત્માને દુર્ગતિનું નિવારણ થાય તેટલે અંશે સદ્ગતિની પ્રાપ્તિ થાય છે, અને જેટલે અંશે સદ્ગતિની પ્રાપ્તિ થાય તેટલે અંશે દુર્ગતિનું નિવારણ થાય છે, એટલે જેમ તુલાનું ઉન્નમન કે અવનમન કે બને કહેવામાં કોઈ પ્રકારે વિરોષને