________________
વ્યાખ્યાન ૫ છે.
एवं व्रतस्थितो भक्त्या सप्तक्षेश्यां धन वपन् । दयया चातिदीनेषु, महाश्रावक उच्यते ।।
ઉપક્રમ
શાસકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે, રોગશાસ્ત્રની રચના કરતા થકાં પ્રથમ પંચ મહાવ્રત, સમ્યફવ, બાર વ્રત તથા તેના અતિચારે જણાવી ગયા. તે જણાવીને શ્રાવકનું સ્વરૂપ સૂચવ્યું. હવે મહાશ્રાવકની વ્યાખ્યા વિચારાય છે. મહાશ્રાવકનું સ્વરૂપ
સમ્યક્ત્વ મૂલ અતિચાર રહિત બારે તેને નિશ્ચલચિત્ત ચાવજ જીવને માટે જે કારણ કરે, તે ઉપરાંત ભક્તિ – અંતરંગ જલાસ સાથે વ્રતમાં સ્થિતપાછું તથા સાત ક્ષેત્રમાં ધન વાવવાપણું હેય તે તે મહાશ્રાવક કહેવાય. સાધ્વીનું ક્ષેત્ર કેમ?
તે અંગે સાત ક્ષેત્રે પ્રથમ જણાવી ગયા. તેમાં પ્રથમ ચાર ત્રનું સ્વરૂપ વિચાર્યું હવે વિચારવા જેવું એ છે કે સાધ્વી ક્ષેત્ર જુદું કેમ પાડયું? આચારાદિના વર્ણનમાં જેમ સાધુને કહીને સાધ્વીને ઉપલક્ષણથી લેવામાં આવે છે, તેમ ક્ષેત્રના હિસાબે સાવીને ઉપલક્ષણથી કેમ ન લીધી? તેનું કારણ એ છે કે
સાધુના રક્ષણની જે જવાબદારી છે, તેના કરતાં સાધ્વીના રક્ષણની જવાબદારી માટી છે, સાથ્વીના વિહાર, કે તેઓ માટે વસ પાત્ર કેમ લેવાં? તે વાતને શાસ્ત્રોમાં સ્વતંત્ર રીતે મહત્વ આપેલ છે.