________________
પુસ્તક ૨–
પટે ભાવના પ્રસરાય તે પહેલાં જે કાંઈ પામે તે ખર્ચે મંદિર માટે. ભગવાનની મૂર્તિને માટે દઢ સંસ્કાર છે, તેટલે ચિત્ય માટે નથી. આબુજીમાં જે મંદિર બંધાવ્યા છે આટલી રકમ ખચીને, તે શું સમજીને મંદિરને અનુમોદના લાયક બનાવવું તે પહેલું ફરજીયાત કામ. મૂર્તિને નહી બનાવવી તેમ કહેવાને આશય નથી
મંદિર એ મૂર્તિને મૂળ આધાર. મંદિરને દેખવાથી થયેલ આલાદ તે બીજ. મૂર્તિને દેખવાથી થયેલ આહલાદ તે જલસિંચન. જિનમંદિરનું અલૌકિક મહત્વ
મૂર્તિનું સ્થાન, લેકેનું આવવું મંદિરને અંગે બનવાનું. મંદિરની કિંમત ન હોય તે મૂર્તિ હોય તે પણ તણાઈ જાય છે. મૂતિને જે મહિમા તે મંદિરને અંગે, જે રક્ષણ તે મંદિરને અંગે, લોકેનું આવવું તે મંદિરને અંગે, ભાવને ઉલ્લાસ તે પણ મંદિરને અંગે. આગળ વધીએ તે શાસકારે કહે છે કે મંદિર એ જ શાસન છે. મૂર્તિ ભલે ઉપકારી છે પણ મૂર્તિ એ શાસન નહિ, મંદિર એ શાસન. મંદિર હોય તે સંઘનું એકત્ર થવું. ચતુર્વિધ સંઘને દર્શનની ફરજ કયારે પાડી શકે? મંદિર હોય તે, મૂતિ મન માને ત્યાં રાખવી હોય તો ચતુર્વિધ સંઘને એક સરખે લાભ મળે નહી. ધર્મના બીજ વાવનાર તે મંદિર છે.
એક બાજુ શ્રાવક-શ્રાવિકાને અંગે ફરજીયાત રાખ્યું કે ત્રિકાળ દર્શન થવાં જોઈએ. ઉપધાનવિધિમાં માળાની પહેલાં ત્રિકાળવંદનને અભિગ્રહ દઈ દે. સવારે દર્શન ન થાય ત્યાં સુધી પાણી મોંમાં નાખવું નહિ. બપોરે દર્શન ન થાય તે ભોજન નહિ. સાંજે દર્શન ન થાય તે પ્રતિક્રમણ નહીં. જિનમંદિરનું વ્યાવહારિક મહત્વ
મંદિરમાં ત્રણ કાળ સંઘને મેળાવડો થાય. ત્રણે કાળ શ્રાવક શ્રાવિકા જાય તે સંઘના મેળાજડાનું સ્થાન. ગામમાં હેરૂં હેય કયાં દર્શન કર્યા વિના વિચારો તે સાધુને પ્રાયશ્ચિત્ત. શ્રાવકેને ત્રણ