________________
આગમત ક્ષેત્ર પહેલેથી રાખ્યું. સાતેનું નામ ક્ષેત્ર, ખેડૂતને ખેતર ખેવું પાલવે નહિ. બાયડી, છોકરાં વેચી દે પણ ખેતર વેચવાનો વખત ન લાવે. બાયડી-છોકરાં કરતાં પણ યાવત્ પિતાના જાન કરતાં પણ ખેતરની કિંમત ગણે છે. જ્યારે સમ્યકત્વ થાય, પિતાના કુટુંબકબીલા, જાન કરતાં, પણ ખેડૂતોને ખેતરની જમીન વહાલી હેય. તેમ આ સાતે વહાલાં હેય, તેથી સાતેને ક્ષેત્ર તરીકે માને ઉપગી ગણે, તે પિતાના ભાવીને સફળ કરી જાણે,
બાયડી છેકરાં મારું વર્ષ નહિ કાઢે તે ખેડૂત સમજે છે. વર્ષ કાઢે તે ખેતર જ કાઢે છે. તેમ સમ્યગદષ્ટિ સમજે છે કે બાયડી છોકરાં મારો આવતે ભવ તે નહિ જ કાઢે. ખેડૂતને વર્ષો કાઢનારૂ જેમ ક્ષેત્ર, તેમ સમ્યગદષ્ટિને આવતા ભવને નવપલ્લવિત કરનાર તરીકે હેય તે તે સાતે ક્ષેત્ર
તેથી નામ રાખ્યું ક્ષેત્ર. સ્થાન કે પાત્ર શબ્દ રાખે નહિ.
સાતે સરખાં જ ને? યથોચિત સ્થિતિ પ્રમાણે સાતે સરખાં શ્રાવક, શ્રાવિકાનું વાત્સલ્ય કરનાર લાભ ન મેળવી શક! જિનેશ્વરની મૂર્તિની ભક્તિ કરનારે લાભ ન મેળવી શકે! તેમ નથી. સમ્યગદષ્ટિને સાતે ક્ષેત્ર એક કડીના છે.
શાસ્ત્રોમાં તીર્થંકરપણું કેમ ઉપાર્જન થાય? તેના અનેક કારણેના નિર્દેશમાં સાત ક્ષેત્રની ભક્તિથી પણ તીર્થંકરપણું ઉત્પન્ન માય છે. એમ જણાવ્યું છે.
વળી સાતે ક્ષેત્ર એક કડીના છે. કેઈપણ ક્ષેત્ર કમતી સ્થિતિનું નથી. તીર્થકરો તે મોક્ષે ગયા તેની વાત ક્યાં અને આરંભ કષાયમાં ખૂચી રહેલા શ્રાવક-શ્રાવિકા કયાં? તેની ભક્તિ ને તીર્થકરોની ભક્તિ જેડમાં મેલે તે શી રીતે મગજમાં ઊતરે?
તે એનો ખુલાસે એ છે કે નાતમાં નોતરું દેવાવાળા શેઠને નેતરૂં છે કે છોકરાને પણ દે? છોકરાને જમાડવામાં શું? નાતનું