________________
પુસ્તક ઋજુ લે છે, પણ પરણનારા કેટલા પરણવાની જોખમદારી સમજીને પરણે છે? વેવાઈની વેઠે બધા પકડાએલા છે. વેવાઈની વેઠ કે બીજું કંઈ !
જુઓ! વ્યવહારમાં બે ભાઈ હોય! વહેંચણી થાય, અચાનક એક આસામી મરી જાય તે તંત્ર કેના હાથમાં? કાયદે પિતરાઈવે કહે છે, પણ દુનિયા બાઈના, ભાઈને કે બાપના હાથમાં મૂકે છે. આ વેવાઈની વેઠ કે બીજું કાંઈ? પિતરી આને માટે ન જામે, કાયદે ભલે કહે! પણ દુનિયા કોને જમાવે છે? વેવાઈની વેઠને માટે વૈતરું કર્યું.
દીક્ષા લેવાવાળા દીક્ષાનું સ્વરૂપ નથી સમજતા ? કે પરણવાવાળા પરણેતરમાં નથી સમજતા તે તે બેલે! દુનિયાની રીત
ભાઈભાંડુ, કુટુંબ-કબીલે એ સર્વ અંતરાયના ક્ષપશમથી કે પુણ્યથી મળેલી લમીના હકદાર!!! ઘરમાં એક લાખ રૂપિયા હોય તે ઘરના દશે મનુષ્યને લખપતિ ગણે. દશેય લખપતિ કેમ ગણાય છે? દશે હક ધરાવે છે. જે મિલકત મળી છે તેને હકના નામે અગર તમને ખાસડાં મારીને, તમારી વગર મરજીએ લેવાના છે. કોઈપણ વીલ, વ્યવસ્થા ન કરીએ. એમને એમ ઢળી જઈએ તે રાજ્ય લઈ શકે છે? નહિ! હકદાર ઊભા છે. શુદ્ધ શ્રદ્ધા હેય તે ધર્મમાં ખર્ચી શકાય!
જે અંતરાયના ક્ષપશમથી લક્ષ્મી મળી છે, તે લક્ષમીને ખર્ચાને પુય વધારવાનો ખ્યાલ શુદ્ધ શ્રદ્ધાવાળાને આવે, તે શ્રદ્ધા સિવાય દુનિયાની માયાને ચટકે મટતા નથી.
હવે શુદ્ધ શ્રદ્ધાવાળાને દુનિયાની માયા મટેલી હોય છતાં ઉદારતા કરતાં મુશ્કેલી પડે. હું લઈ જઈશ એવી ધારણાવાળો એક પણ મનુષ્ય નથી. દરેક સમજે છે અહીંનું અહીં રહેવાનું કે જેની જવાબદારી નથી, તેમાંથી નથી ખરચતે તે કેટલી અજ્ઞાનતા હોય તો?