________________
૩૭ આંજી દેવામાં આવે તેની કીંમત શી ? તેમ આપણને સેંકડો લખે
આપણા કાને આવે છતાં કાંઈ જ નહિ. ચક્ષુ જ નથી કે શું ? ચક્ષુ વિનાનાને ચાહે જેટલી દાબડી આજે તે કાંઈ ન વળે. આટલું બધું અંજન મળ્યું છતાં દષ્ટિ ખુલતી નથી. ભાવચક્ષુની ગેરહાજરી
હજુ તે આંધળામાં ખપીએ છીએ, સ્પર્શ વિગેરેમાં ગુંચવાઈ રહ્યા છીએ. હું કોણ? તે વિચારવાની તાકાત નથી આવી, તેથી અનાદિના ઊંઘણશી, ભવ્ય હોય તે પણ અનાદિને ઊંઘણુસી કે જેને સોડની સંપત્તિની સમજણ નથી. સેડમાં રહેલી વિપત્તિને દૂર કરવાનો વિચાર થતો નથી. જે ઊ ઘણુસી ઊંઘમાંથી જાગે, સાપને દેખે તે પથારીમાં કેટલે વખત પિઢી રહે? તેમ આ જીવ બંધ પામે, આત્માનું સ્વરૂપ સમજે. ત્યાં એનું શું થાય? એકલે જાય, દેખે એટલું જ નહિ, ભય દેવ્યા છતાં ભાગવાનું સ્થાન ન મળે તે શું કરવું? ભાન ન આવે તે મુંઝાઈને રહેવું પડે. સમ્યકાથી ભાવચક્ષુ મળે
ભયના સ્થાન મિથ્યાત્વ, અવિરતિ, કષાય, એગ એમને નજર દેખે, ભય લાગે હેય તે ભાગવાનું સ્થાન છે. શુદ્ધ આત્મા કેવળજ્ઞાનમય, દર્શનમય, વીતરાગતામય, અસ્તવીર્યને ધણી છે. ભયનું સ્થાન છતાં ભાગવાનું સ્થાન છતાં પણ ભાગવાને તૈયાર ન થાય. ત્યારે ખરેખર એને ભય લાગ્યું નથી. તેમ આ જીવને સમ્યકત્વ થાય તે વખતે ભયના અને નિર્ભયના સ્થાનકોને દેખે છે. દરેક ભયમાં આવી પડેલે, ભાનવાળે, નાસી જવા તૈયાર થાય. સમ્યકત્વ પામ્યાની સાથે નિભય સ્થાને-મોક્ષે જવા તૈયાર થાય. સમ્યકત્વ એટલે “પણ” ના બદલે “જ”
પહેલા કાળમાં મોક્ષ હતું પણ “પણ”ના પત્થરની જોડે જકડાએલું ન હતું. ઘર, બાયડી વગેરે જોઈએ છે અને