________________
૩૦
આગમોત
જીવનું લક્ષણ જ એજ કે ચાહે તે સૂમ એકેન્દ્રિય હેય, કે સિદ્ધને જીવ હેય. બંને જીવ મિક્તવાળા તે છે. અનંતજ્ઞાન વિગેરે વગરને જીવ નથી. આ જીવને હંમેશા ઋદ્ધિ ઓશીકે છે, ઋદ્ધિ છેટી નથી, તેમ વિપત્તિ પણ છેટી નથી, આ અનાદિથી ક્રોધ, માન. માયા, લાભ, આરંભ-પરિગ્રહમાં ગુંચવાઈ રહ્યો છે, તેથી અન્યાય ને અનીતિને માર્ગે જવાવાળાને અપજશને છેટું નથી, અપજશ સોડમાં છે. જીવને સંપત્તિ, વિપત્તિ એશિકે છે. અને સોડમાં હોવા છતાં ખબર કેને પડે? જેની આંખે , ખુલી હેય તેને. ઊઘેલે મનુષ્ય સંપત્તિને શું સમજે ?
જ્યાં સુધી આ જીવ ભવ્ય હોય, પણ મિથ્યાત્વદશામાં હતા તે વખતે ચારને જ વિચાર કરતો હતે. કંચન, કામિની, કુટુંબ અને કાયા આ ચાર કકાથી રૂંધાઈ ગયેલ હોવાથી જિંદગી સુધી. બીજો વિચાર એને આજે નહિ. તેથી હું કે તે જોવાનું ભાગ્ય જાગ્યું નહિ.
બીજાને આત્માનું સ્વરૂપ જણાવનાર ન મળે, આપણને બધાં સાધને મળ્યાં છે, તે એમ કહેવું જોઈએ કે છતાં સાધને શત્રુના ટપલાં ખાઈએ છીએ, જેની પાસે સાધન ન હોય તે શત્રુની ગુલામી કરે, પણ જેની પાસે પૂરપાટ લશ્કર, હથિયાર, સાધને છે તે મનુષ્ય શત્રુની શેહમાં લેવાઈ જાય તે કેટલે જુલમ ગણ? ખરેખર દયાપાત્ર કેણુ?. - શંકડા કોણ? અફસેસ કરવા લાયકની સ્થિતિમાં મેલવા લાયક કોણ! બિચારા રાંકડા તે જ કે જેઓ જિનેશ્વરના વચનને જાણતા નથી. એને રાંકડા, ગરીબ, કે દયાને પાત્ર ગણ્યા. તેના કરતાં વધારે દયાના પાત્ર કેશુ? જેઓ જાણે છે અને કરતા નથી તે અફસોસ કરવામાં પણ અફસોસ કરવા લાયક છે, રાંકમાં રાંક છે.