________________
આગમત શ્રોતાઓના મગજમાં પેસે તે પહેલાં મારા વર્તનને પડઘો પૂરેપૂરી રીતે શ્રોતાના મગજમાં ઘણે વહેલો પડે છે.
આવી ભૂલના ભોગ તેઓ બને છે કે જેઓ પોતાના વિચારના અવાજે પિતાના વર્તનથી જુદા રૂપમાં રજુ કરતા હોય છે, પણ જે મહાપુરુષે પિતાના વર્તનને પ્રથમ ઉથકોટિમાં મૂકી દેતા હોય એટલું જ નહિ પણ પિતાના ઉચ્ચ વર્તનનું આવવું જોઈતું અને જેને જગતની આગળ રજુ કરવું છે, તેવુ. પરમદશાવાળું ફળ પ્રાપ્ત કર્યું હોય અને પછી જગતમાં પોતાના વિચારના અવાજે રજુ કરે છે તે મનુષ્ય એ અદભુત ઉપદેશ દેનારા ગણાય કે સિદ્ધિ થયા પછી સિદ્ધ થવાના રસ્તાને બતાવે છે, અર્થાત્ તેવા મહાપુરુષોને ઉપદેશ અખતરારૂપ નથી હેતે, પણ સિદ્ધ થયેલી અને સિદ્ધ થયેલા તરીકે બતાવી શકાય એવી વસ્તુને ઉપદેશ મહાપુરુષ તરફથી હેય છે. કથની પહેલાં કરણની કિંમત
આ વસ્તુ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટપણે સમજી શકાશે કે મહાપુરુષની કથની અને કરણીમાં એક અંશે પણ ભિન્નતા હેય નહિ.
નાટકશાળાના થીએટરોમાં રજૂ થતા મહાપુરુષોના પાત્રમાં અને જગદુદ્ધારક સાચા મહાપુરુષ વચ્ચે એટલે જ ફરક હોય છે કે નાટકમાં દાખલ થએલું મહાત્માનું પાત્ર મહાત્માની સમાન તે શું? પણ કેટલીક વખત કેટલાક મહાત્માઓના ઉપદેશથી ઘણી જ પ્રૌઢરીતિએ અને ઘણાજ અભિનય સાથે વાપ્રવાહને વહેવડાવે છે, પણ માત્ર તે કથનીરૂપ હેઈને જગતમાં કે પ્રેક્ષકવર્ગમાં ધર્મને અને નીતિને ફેલાવો કરનાર થતું નથી એટલું જ નહિ પણ અનીતિની કોઈ બદીઓને નેતરું દેનાર પણ થાય છે અને તેથી નાટકશાળાની