________________
પુસ્તક ૨-જું સુધીના પાંચ પરમેષ્ઠીમાંના કેઈપણ એકની હેલના એટલે અભક્તિ, અનમસ્કાર, અનારાધના કે નિંદા કરવાથી સર્વ તે અરિહંત ભગવાનું ચાવત્ સાધુ મહાત્માની હેલના થાય છે. નિહ ધર્મારાધના કરતાં દૂરભવ્ય કેમ?
આ વાત સમજનાર મનુષ્ય સ્વપમાં પણ અરિહંતાદિ કોઈ પણ વ્યક્તિની યાવત્ સાધુ મહાત્મામાની કઈ પણ વ્યક્તિની નિંદા કે હેલના કરવાને પ્રવતી શકે જ નહિ. અર્થાત્ જેવી રીતે ગોશાલ અને જમાલિ વિગેરે નિ નવકાર બેલતા હતા, લેગસ બોલતા હતા, સંયમઆરાધન કરતા હતા. અને તેના ભક્તો દેવપૂજા વિગેરે ષટકર્મો કરતા પણ હતા, છતાં તેઓ એક મહાવીર મહારાજ કે યાવત દુબલિકાપુ૫–જેવા એક મહાત્માની પ્રતિકૂળતા કરવાને લીધે કાંઈ પણ ફલ નહિ પામતાં પ્રગતિની ગર્તામાં ગબડી પડયા,
માટે પાંચ પરમેષ્ઠીની સમષ્ટિથી આરાધના કરવાની ઈચ્છાવાળાએ તે પંચ પરમેષ્ઠીમાંની વ્યક્તિની આરાધના કરવા સાથે વ્યક્તિની વિરાધનાથી સર્વથા પરાડમુખ રહેવું જ જોઈએ.
આ રીતે રહેનાર મનુષ્ય જ સાચી રીતે નવકારને ગણનારે અને પંચ પરમેષ્ઠીને આરાધનારો માની શકાય. સમ્યગ્દર્શનાદિ ગુણેની મહત્તા.
જેવી રીતે આ શ્રીસિદ્ધચકમાં પાંચ પરમેષ્ઠી રૂપી આદર્શ પુરુષની સંસારની માયાજાળથી સર્વથા ખસી જવાને લીધે આરાધ્યતા જણાવી છે, તેવી જ રીતે સમ્યગ્દર્શનાદિ ચાર ગુણે અથવા તે આત્માના મુખ્ય ધર્મના ચાર પ્રકારે જણાવેલા છે. તે આત્માના ગુણેનું લક્ષ્ય રાખીને જ દરેક ભવભીરૂ અને શાશ્વતપદની પૃહાવાળા મનુષ્ય પ્રવર્તવાનું હોય છે.