________________
શ્રી જૈનશાસનનું ખતપત્ર, ' અર્થાત આ સમ્યગ્દર્શનાદિનું ધ્યેય એજ જૈનશાસનને પાયે કહીએ તે તે ખોટું નથી, જેમ ઉદ્દેશ્યપત્રથી વિરુદ્ધ વર્તન કરનારને સંસ્થા, સેસાયટી, કમિટિ કે સભામાં દાખલ થવાનો હકજ નથી, તેવી જ રીતે આ સમ્યગ્દર્શનાદિ રૂપી ધ્યેયને ચૂકનારા મનુષ્યને જૈન જગતમાં જગ્યા મળતી જ નથી.
ઉપર જણાવેલા પાંચ આદર્શ પુરુષની આદર્શતા પણ આ સમ્યગ્દર્શનાદિરૂપ ધ્યેયને સારી રીતે પહોંચી વળેલા હોવાને અંગેજ છે. અર્થાત્ આ શ્રી સિદ્ધચક્ર યંત્રમાં આદર્શ પુરુષ અને તેની આદર્શતા જણાવેલી હોવાથી સંપૂર્ણ પણે સર્વ સુજ્ઞ પુરુષને આરાધવાલાયક છે. એમ માનવું પડશે.
ગંભીરતાથી વિચારવા જેવું... !!! ૦ શાસનની પરંપરા અને શાસ્ત્રની આજ્ઞાથી
નિરપેક્ષ બની ગમે તેવા ઉગ્ર ચારિત્ર કે તપની કાણ કેડી પણ જિનશાસનમાં નથી જ! મહના સંસ્કારની ગુલામીમાંથી છૂટવાના ભાવની મુખ્યતા વિના ઉચ્ચ કોટિની ધર્મક્રિયા પણ ભાવક્રિયારૂપ બની શકતી નથી. શ્રી જિનશાસનની મર્યાદા–સામાચારીનું યથાએગ્ય પાલન આરાધક ભાવની પ્રાથમિક બમિકા છે.