________________
આગમજ્યોત
કરનારા સર્વ ક્ષેત્ર અને સર્વ કાળના તીર્થકરેની સેવાને કર્તવ્ય તરીકે ગણાવતાં પિતે સેવા કરે છે અને કરવાનું કહે છે. -
આવી રીતે સકળ ક્ષેત્રના, સકળ કાળના, સકળ તીર્થકરરૂપી વ્યક્તિઓની સ્તુતિ કરતાં ઇંદ્ર મહારાજા પણ શકસ્તવમાં અરિહંતપદને જ આગળ કરે છે, અને સૂત્રકારે જિનેશ્વરદેવની કઈક વખતે કરાતી સંક્રમણને પણ અરિહંત ભગવાનની સંક્રમણ તરીકે વખાણે છે. મૂળ સૂત્રોમાં પ્રવચન શબ્દના વિશેષણ તરીકે અહંતપદને ઘણે સ્થાને ઉપગ થએલે લેવામાં આવે છે.
પ્રવચન ને જિન શબ્દ વિશેષણ તરીકે પૂર્વકાળમાં એક વાપર્યો હોય અગર ન વાપર્યો હોય તે તે પાછળથી વધારે વપરાએલા હોવાનું કારણ કુદેવ અને દેવપણાના વિભાગની જાહેરાતને જ વધારે આભારી છે.
આઉપરથી આપણે સ્પષ્ટ સમજી શકીએ તેમ છીએ કે આરાધના માટે કરાયેલી અરિહંત પદની ચેજના કેઈપણ અમુક કાળ, કેઈપણ અમુક ક્ષેત્ર કે કોઈપણ અમુક વ્યક્તિને ઉદ્દેશીને નહિ તેવા સાથે અનાદિ અનંતકાળને સર્વ તીર્થકરોને આરાધવા માટેજ ગુણ મુખ્યતાની દષ્ટિએ. સમષ્ટિવાદને જણાવનારો અરિહંત એ પદ પ્રયોગ છે.
આવી રીતે ક્ષેત્ર, કાળ કે વ્યક્તિની ગૌણતા કરી કેવળ ગુણની મુખ્યતા કરી સમષ્ટિવાદને સમર્થક એવા પદની આરાધના માટે કેઈપણ જગતમાં ભાગ્યશાળી બની શક્યું હોય તે તે કેવળ આ આહંત દર્શન જ છે. અન્ય દર્શનેમાં દેવ તરીકે કરાતી આરાધના એક ક્ષેત્રના, એક કાળના, કેઈએક મનુષ્યના નામનેજ મુખ્ય કરી - કરાતી દેખાય છે.