________________
પુસ્તક ૨-જુ પણ નિવૃત્તિ પામેલા હોય છે એવા મહાપુરુષને પણ મોક્ષપદપ્રાપ્તિ થતી નથી, પણ માત્ર ઉપર જણાવેલા દેવલોકની પ્રાપ્તિ થાય છે એમ જણાવે છે. સંસારથી અલિપ્ત જ હોય તે પરમેષ્ઠી
આ બધી હકીકત વિચારનાર સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શકશે કે
સંસારનો ત્યાગ સિવાય સસુરુષની કેટિમાં કઈ દિવસ કેઈથી પણ આવી શકાય જ નહિ,
જે આ વાત બરાબર સમજવામાં આવશે તે નવપદમય, સિદ્ધચક્રમાં પાંચ જ પરમેષ્ઠીપદે કેમ માનવામાં આવ્યા છે? એ ખુલાસો સહેજે સમજી શકાશે.
કારણ કે આ સિદ્ધચામાં જણાવેલા પાંચ પરમેષ્ઠી એવા છે કે જેઓ સંસારની માયાજાળથી સર્વથા અને સર્વદા અલિપ્ત જ હોય છે. શ્રી સિદ્ધચક્રમાં અપૂર્વ ખૂબી
(પદ, ગુણી અને ગુણેના સમુદાયના અંકની અચલતા)
સિદ્ધચક્રમાં મુખ્યતાએ અરિહંત ભગવાન આદિ નવ પદે છે તેને લીધે જેમ નવની સંખ્યા મૂડમાં છે, તેવી જ રીતે નવપદમાં ગુણી તરીકે ગણાએલા આદર્શ પુરુષ જે અરિહંતાદિ પાંચ છે તેમના જણાવેલા ગુણેના આંકડાને મેળ પણ નવને થાય છે. ૧૨+૮+૩૬રપ૭=૧૦૮ (૧૮૨૯).
એ રીતે જે સમ્યગ્દર્શનાદિ ચાર ગુણપદે જણાવવામાં આવેલાં છે, તેના પણ શાસ્ત્રમાં જણાવેલા મુખ્ય કેદની અપેક્ષાએ પપપ +૧૩=૨૭ (૭+૨-૯).