________________
૧૦૦
આગમત
એવી રીતે દાતારના ગુણે જણાવવા સાથે નહિં દેનારાઓના દેને અંગે કહે છે કે- “દારિદ્ય, દૌર્ભાગ્ય ગુલામી, ગરીબાઈ, રાગ સહિતપણું અને બીજાના પરિભ સહન કરવા, એ અવસ્થા દાન નહિં દેનારાઓની હોય છે.”
વળી જણાવે છે કે –
વ્યાપારનું ફળ પૈસાની પ્રાપ્તિ છે. અને પૈસાની પ્રાપ્તિનું ફલ સુપાત્રમાં વાપરવું તે છે. જે સુપાત્રમાં વાપરવાનું ન બને તે વ્યાપાર અને લક્ષમી બંને દુર્ગતિનાં જ કારણ બને છે.”
“દેવતા, તિર્યંચ અને નારકીના ભાવમાં તે ઘણે ભાગે દાન દેવાતું નથી, અને મનુષ્યપણું મળ્યા છતાં પણ જે દાન ન દેવાય તે તે મળેલું મનુષ્યપણું પણ નિષ્ફળ છે.”
“ઘણા વૈભવવાળે, સારા કુળમાં ઉત્પન્ન થયેલે, સારા સારા અલકાર વાળો અને મનહર રૂપવાળે મનુષ્ય પણ જેમ મદ વિનાને ગજેન્દ્ર શેભે નહિં, તેમ દાન વિના શોભતું નથી. જેઓને મહારો વૈભવ પ્રાપ્ત થયા છે. છતાં સુપાત્ર-ક્ષેત્રમાં તે વૈભવ વાપર્યો નથી, તેઓ મથુરાનગરીના વાણીયાની માફક શેકને જ મેળવવાવાળા થાય છે,
આ બધું સાંભળીને વાચકે દાનધમની અત્યંત ઉપયોગિતા સમજી શકશે, અને તે સમજવાથી ભગવાન શ્રી કષભદેવજી એ વર્ષ સુધી તપસ્યા કરીને પણ જે ઈશ્કરસના પારણા દ્વારા દાનધર્મ પ્રવર્તાવ્યું તેને મહિમા અને તે દ્વારા ભગવાન ગષભદેવજીનું પરોપકારીપણું અદ્વિતીય છે તે સમજી શકશે.