________________
પુસ્તક -જુ નજીકમાં જ્યાં જુઓ ત્યાં જુગારખાના, કુટણખાના, કલાલની દુકાને અને હલવાઈની દુકાને જ વધારે હોય છે.
કેઈપણ કાલે, કેઈપણ ગામે કે કોઈપણ સ્થાને નાટકશાળા એના વધવાથી મંદિરની વૃદ્ધિ, ધર્મની વૃદ્ધિ, સદાવ્રતની વૃદ્ધિ, દાનશાળાઓની વૃદ્ધિ, ગુરુ-આશ્રમોની વૃદ્ધિ કે દયા અને સત્ય આદિ જગતને એક સરખી રીતે માનીતા ગુણેની વૃદ્ધિ થએલી જેવાતી નથી કે સંભળાતી પણ નથી. ધર્મનું વાતાવરણ કે ક્યાં જમાવે ?
પણ કરણની નાગી તરવારે આત્માને કસીને કથની કરવાવાળા મહાત્માઓની પવિત્ર મૂતિ જ્યાં જ્યાં વાસ કરે છે અને પર્યટન કરે છે, ત્યાં ત્યાં ઉપર જણાવેલા સર્વ સદ્દવર્તને અને સત્કાર્યો ડગલે ને પગલે, સ્થાને ને સ્થાને પ્રત્યક્ષ જોવામાં આવે છે અને સંભળાય પણ છે.
સત્યુના સમાગમની ઉત્તમતામાં અકમત્ય
વળી જગતમાં દેવની વ્યક્તિ માનવાને અંગે કે ગુરુમહારાજની ગૌરવતા હૃદયમાં ધારવાને અંગે તેમજ આત્મા અને પરભવના કલ્યાણના માર્ગની શોધને અંગે અપરિમિત ભેદે સ્થાન સ્થાન પર જગતમાં જોવાય છે, તે પણ સાપુરુષોના સમાગમની આવશ્યક્તા માનવામાં કે સન્માર્ગની પ્રાપ્તિનું કારણ સત્સમાગમ જ છે, એ માનવામાં કઈપણ સ્થાને કે કોઈપણ દર્શનમાં મતભેદ છે જ નહિ.
અર્થાત્ સન્માર્ગની પ્રાપ્તિ કરાવનાર અને આત્માની શ્રેયસાધકદશા તેમજ સિદ્ધિદશાને મેળવી આપનાર જગતમાં જે કંઈપણ હોય તે તે માત્ર પુરુષ જ છે, એમાં કોઈથી ના કહી. શકાય એમ નથી, શકાતી નથી અને શકાશે પણ નહિ. '