________________
૯૮
આગમજ્યોત મોક્ષને અંગે સૂત્રમાં કહેલી વિધિથી દેવા લાયક દાનને અંગે આ વિચાર કરે છે, પરંતુ અનુકંપા દાનમાં તે સર્વ જગે પર પ્રવાહ વહેવડાવે. એમાં કોઈ તીર્થકોએ નિષેધ કરેલ નથી.”
યાદ રાખવું કે સુપાત્રદાન મેક્ષનું અનન્તર કારણ છે, પરંતુ જે વિવેકી પુરૂષો ભગવાન સર્વજ્ઞ મહારાજના વચનને અનુસાર અનુકંપાદાન આપે તે પણ તે પરંપરાએ તે મોક્ષને દેવાવાળું થાય.
(આવા ઉપદેશ સાંભળવાવાળા સામાન્ય રીતે મનુષ્યગતિવાળા હોય છે, તેની અપેક્ષાએ માત્ર આ હકીકત જણાવી છે, નહિતર મેઘકુમારે હાથીના ભાવમાં કરેલી સસલાની દયા એટલી બધી ફલા દેનારી નિવડી કે જે અનુકંપા–દયાના પ્રભાવે તે હાથીનો જીવ બીજા ભવે રાજકુમાર થયો. એટલું જ નહિ, પરંતુ શ્રી જિનેશ્વર ભગવાન મહાવીર મહારાજની પાસે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ કરી મોક્ષ મેળવવા માટે ઘણે નિકટ થઈ ગયે. એટલે મિથ્યાદષ્ટિ હોય તે તેવી અવસ્થામાં પણ કરેલી અનુકંપા પરંપરાએ મોક્ષ દેવામાં સમર્થ થઈ શકે છે.)
સુપાત્ર દાનથી શું અસાધ્ય છે?
એટલું જણાવ્યા પછી માલધારીજી ભગવાનું જણાવે છે કે
કેટલાક બિચારાઓને દાન દેવાને વિચાર થાય, પરંતુ પિતાની પાસે સાધન ન હોય, વળી કેટલાકને દાન દેવાના સાધને હોય, પરંતુ વિચાર ન હોય,
કોઈક વખત દાન દેવાના વિચારે છે, અને દાનના સાધને પણ હોય, છતાં તેને સુપાત્રને સંગ ન મળે.