________________
આગમજાત સમજવું જોઈએ કે આહાર–શયન વસ્ત્રાદિકનું દાન એ જ્ઞાન તીર્થ અને તપ-નિયમાદિકનું મૂલ છે.
એટલા માટે માલધારીજી મહારાજ જણાવે છે કે
જે મનુષ્યોએ જ્ઞાનીઓને સહયોગ આપનારા આહારાદિકનું વિધિપૂર્વક દાન કર્યું તે પુરુષ એ સંસાર-સમુદ્રમાં જહાજ જેવું તીર્થ પણ પ્રવર્તાવ્યું એમ સમજવું.”
આવી રીતે આહારદિકને દેવારૂપી દાનધર્મની ઉપયોગિતા જણાવીને તેઓશ્રી દાનને અંગે દ્વારે જણાવતાં ચાર દ્વારે જણાવે છે
દાતાર પુરુષે દાન કેવી રીતે દેવું? કેવા પાત્રમાં દેવું? દાન દેનારાને કેવા ગુણે થાય છે? અને દાન નહિ દેનારાઓને કેવા અપાયે થાય છે?”
આ ચાર પ્રકારોમાં પહેલા દ્વારમાં દાતારનું સ્વરૂપ જણાવતાં
- “આ ભવ કે પરભવની ઋદ્ધિ કે કામ–ભેગાદિકની પ્રાર્થના કે ઈચ્છા જેને મુદ્દલ ન હોય, તેમજ આહારાદિક દેવાની ઉત્કટ લાગણીથી જેનાં રુવાટાં-રુવાટાં ઉભા થઈ ગયાં હોય, વળી કીતિ કે પાછો બદલે મેળવવા વિગેરેની ઈછા સિવાય, કેવલ કર્મક્ષયને માટે જ જેઓ સુપાત્રને વિષે આહારદિકનું દાન દેતા હોય તેઓ જ દાતાર કહેવાય.”
આ ઉપરથી જેઓ સાધુઓને દાન દેવાના બદલામાં કર્મ ક્ષયની ઈચ્છા નહિ રાખતા, દેશસેવા કેમસેવા અને સમાજસેવાની ઈચ્છા રાખે છે અને બેલે છે, તેઓ કેવા બેટા માર્ગે જઈને પિતાના આત્માને અને બીજાના આત્માઓને ડુબાવે? તે સમજી શકાશે.