________________
પુસ્તક ૧-લું
૫ આ ઉપરથી માલધારીજી મહારાજ એમ જણાવે છે કે –
જેઓ આહારાદિકના દાનરૂપી દાનધર્મથી વિમુખ છે, તેઓ જ્ઞાન અને જ્ઞાનીઓની યથાસ્થિત ઉપયોગિતાને સમજનારા નથી.
વળી તેઓશ્રી ચકખા શબ્દોમાં જણાવે છે કે –
જ્ઞાનીનું પણ શરીર તે ઔદારિક પુદ્ગલમય છે અને તે ઔદારિક આદિ પુદ્ગલમય શરીર આહારદિક વગર ટકી શકે નહિ એ સ્પષ્ટ છે, એમાં કંઈ કહેવું પડે તેમ પણ નથી.”
“શરીર જે ન હોય તે ભવ–ગત જીવ જ્ઞાનને મેળવી શકે નહિ જ્યારે જ્ઞાન ન હોય તો સાધુ-સાધ્વી આદિરૂપ તીર્થ હોય કયાંથી?”
આ ગાથા કહીને માલધારીજી મહારાજ સ્પષ્ટ કરે છે કે
તીર્થના ભક્તો કે સાધુ-સાધ્વીના ભક્તો તેઓ જ વાસ્તવિક રીતિએ ગણાય કે જે આહાર-શયન–વઆદિકના દાનધર્મને માટે અભિરૂચિવાળા હેય.
વળી તેઓશ્રી જણાવે છે કે “આહારાદિકે કરીને રહિત એવા સાધુ-સાધ્વીઓને જે તપ–નિયમ-સ્વાધ્યાય વિગેરે ગુણે આપોઆપ પ્રર્વતતા હેય તે યાચના, લઘુતા, ભટકવું વિગેરે ઘણા કષ્ટથી મળવાવાળે આહાર વિગેરે હેવાથી તેને લેવા તરફ કેણ પ્રયત્ન કરે?”
આ ઉપરથી શ્રી માલધારીજી સ્પષ્ટ કરે છે કે
જે મુમુક્ષુ જીવે સંસાર સમુદ્રથી પાર ઉતરવાને માટે સાધુઓમાં તપ-જપ-નિયમ-સ્વાધ્યાય વિગેરેની જરૂર જતા હોય, તેઓએ