________________
આગમત નહિ પરંતુ તે શરીર દ્વારા તેમાં અધિષ્ઠાન તરીકે રહેલા મહાપુરુષના ગુણેના બહુમાનથી આત્માના પરિણામ નિમલ થાય છે. તેથી તે નિર્મલ થયેલા આત્માના પરિણામ આવરણ કરનાર કર્મના ક્ષપશમાદિને કરે છે.
આ કારણથી મુક્તિ પામેલા ત્રિલેકનાથ તીર્થકર મહારાજા, ગણધર મહારાજા, અને સામાન્ય મુનિઓના કલેવરે પણ શાસ નમાં શ્રી જંબૂઢીપપ્રજ્ઞપ્તિ વિગેરે સૂત્રો દ્વારા ભક્તિને લાયક ગણાયેલા છે, એટલું જ નહિ પણ શ્રી અનુગદ્વારમાં શ્રી સિદ્ધ શિલાના તલ ઉપર, શય્યામાં, સંથારામાં, કે નિષદ્યામાં કાલધર્મ પામેલા મુનિના શરીરને અંગે આવશ્યક ક્રિયાના શિક્ષણની (આવશ્યકને પ્રસંગ હોવાથી) ભાવના જણાવી છે.
સિદ્ધશિલાનું સ્પષ્ટીકરણ
ધ્યાન રાખવું કે ચૌદ રાજલકમાં આઠમી પૃથ્વી તરીકે ગણાચેલી સિદધશિલા ઉપર કઈ પણ મુનિને અનશન કરવાનું હોય નહિ અને તેથી તે સિદ્ધશિલા ઉપર કંઈપણ મુનિનું શરીર હેય નહિ, એટલે એ સિદ્ધશિલાતલ પદથી ચોક્કસ માનવું પડશે કે પ્રાચીન કાલમાં મુનિઓની સિદ્ધિના સ્થાને સિદ્ધશિલા તરીકે પવિત્ર ગણાતા હતાં.
આ ઉપરથી જેઓ શ્રી અષ્ટાપદજી, શ્રી સમેત શિખરજી, શ્રી સિદ્ધાચલજી અને શ્રી ગિરનારજી વિગેરે તીર્થો જેના મલ આગમમાં પ્રતિપાદન કરેલા છે, છતાં પણ ન માને તેઓને સૂત્ર, અર્થ અને ઉભયના પ્રત્યેનીક (શત્રુ) કહેવા પડે. જો કે આ કઠોરવચન તીર્થ નહિ માનનારાઓને દુખદાયી થશે, પણ તે દુઃખના નાશને ઉપાય તેમના પિતાના જ હાથમાં છે. અને તે એ કે-શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલા તીર્થોની અમાન્યતા છેડે અને એમ