________________
કા,
પુસ્તક ૧-લું
જે કે છ પ્રકાર ગણીએ તે પણ તેમાં ઔત્પત્તિક નામને કઈ પણ ભાવ માનવામાં આવ્યું નથી, પરંતુ ક્ષાયિક આદિ ભાવ માનવામાં આવેલા છે, તેનું કારણ એટલું જ કે આત્મામાં જ્ઞાનાદિક ગુણે નવા ઉત્પન્ન થતા નથી, પરંતુ કર્મોના પડાથી રોકાયેલા તે પ્રગટ થાય છે.
આ ઉપરથી જે બીજી જગે પર કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, શ્રુતજ્ઞાન ઉત્પન્ન થયું, વિગેરે જે ઉત્પત્તિને નામે કહેવાય છે, તેને અર્થ પ્રગટપણે થયું એટલે જ કહી શકાય.
ઉપર જણાવેલી હકીકત ઉપરથી સ્પષ્ટ સમજાશે કે–આ આત્માને ભગવાન આદિની આરાધના વિગેરેથી કંઈપણ બહારથી મેળવવાનું નથી, પરંતુ ભગવાન વિગેરેની આરાધના વિગેરેના આલંબનથી પિતાના જ્ઞાનાદિક ગુણેને રોકનારા કર્મોને નાશ કરે, એટલું ધ્યેય હોય છે. - આ કારણથી આત્માના પરિણામની અપેક્ષાએ આરાધનાનું ફલ ગણવામાં આવે છે, જેમ પરિણામ ઉચ્ચતમ તેમ કર્મને ક્ષપશમ કે ક્ષય પણ ઉચ્ચતમ થાય છે, જેમ પરિણામની મધ્યમદશા તેમ કર્મના ક્ષાપમાદિની પણ મધ્યમ દશા હોય છે અને પરિણામની જઘન્યતાએ કર્મના ક્ષપશમની પણ જઘન્યદશા હોય છે. ગુણે મેળવવા શું કરવું ?
આવી રીતે આત્માના પરિણામથી ફલ હોવાને લીધે કેવલજ્ઞાન આદિક ગુણેના આલંબને કેવલજ્ઞાનઆદિકવાળા જીવના શરીરાદિને વન્દન-નમસ્કાર કરવાથી ફળની પ્રાપ્તિ થઈ શકે છે.
યાદ રાખવું કે કેવલજ્ઞાની મહારાજનું પણ શરીર હોય, તે પણ તે શરીરમાંથી એક અંશે જ્ઞાનાદિકની ઉત્પત્તિ થાય અને તે સેવકને મલે એવું કંઈ કાલે થયું નથી, થતું નથી, અને થશે પણ