________________
આગમmયોતિ પરંતુ ભગવાને સંવછરી દાન દીધું, તે વખતે ઋદ્ધિ-સમૃદ્ધિને ચાચક વર્ગ ઊભે થયે, પરંતુ અન્ન-પાનને માટે યાચના કરવાનું અને તેનું દાન દેવાનું તે ભગવાન રાષભદેવજીના આખા વાશી લાખ પૂર્વના વખતમાં પ્રાસંગિક રીતિએ બન્યું જ નથી,
, તેથી ભગવાન શ્રી ઋષભદેવજીએ દીક્ષા ગ્રહણ કરી, તેના બીજે જ દિવસે ભિક્ષા માટે ગયા, છતાં તેઓને કેાઈ એ શિક્ષા આપવાનું નિવેદન કર્યું નહિ. ભગવાન ગઢષભદેવજી ગામેગામ ફર્યા, પરંતુ સર્વ-દેશના અને ગામના લોકેએ તેમની તરફ પૂજ્ય ભાવને લીધે બીજી બીજી કન્યા, ઋદ્ધિ આદિની નિમન્ત્રણાઓ કરી, પરંતુ કેઈએ પણ આહાર આદિકની નિમત્રણ કરી જ નહિ. કારણકે તે વખત આહાર દેવા-લેવાની પ્રવૃત્તિ થયેલી ન્હોતી.
સકલ તીર્થકરે તીર્થની પ્રવૃત્તિ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી કરે છે, પરંતુ ભગવાન શ્રી ગષભદેવજી મહારાજથી પ્રવર્તેલા દાનધર્મની પ્રવૃત્તિ તે દરેક તીર્થંકર મહારાજને કેવળ જ્ઞાન થવા પહેલાં દીક્ષા લેવાની સાથે જ થાય છે.
એટલે એમ કહી શકીએ કે દાનધર્મ છે કે પ્રવાહની અપેક્ષાએ અનાદિનો છે, છતાં કાળચક્રના ફરવા સાથે કૃતાદિ તીર્થની પ્રવૃત્તિ નવી નવી થાય છે અને તેથી દરેક જિનેશ્વર મહારાજાઓને તીર્થકર કહેવામાં આવે છે, પરંતુ શ્રી દાનધર્મની પ્રવૃત્તિ તે કેવળ ભગવાન શ્રી કષભદેવજીથી યાવત્ કાલ અખંડપણે ચાલવાવાળી રહી છે, અર્થાત્ મહાવ્રત અને અણુવ્રતાદિક ધર્મોને માટે તીર્થંકરના તીર્થોમાં જુદાં જુદાં રૂપે હોય અને દ્વાદશાંગીની શબ્દ થકી જુદી-જુદી પ્રવૃત્તિ હોય, પરંતુ દાનધર્મની પ્રવૃત્તિ તે ભગવાન શ્રી કષભદેવજી મહારાજજીથી જ શરૂ થઈ છે તે જ અખંડપણે બધા તીર્થ કરના શાસનમાં ચાલી છે.