________________
આગમત વગરના જ બની જાય. વળી જે ગાયને દેહી હોય તે ગાયને કાલાન્તરે જ નવું દૂધ થાય છે, તેવી રીતે ભક્તને કેવલજ્ઞાન આપનારા મહાત્મા પણ તેટલે કાલ એટલે નવું કેવલજ્ઞાન ઉત્પન્ન ન કરે ત્યાં સુધી કેવલજ્ઞાન વગરના છે એમ માનવું પડે.
વળી જેમ દૂધ એ દેવા-લેવાની ચીજ છે, તેમ કેવલજ્ઞાન પણ દેવા-લેવાની ચીજ છે એમ માનવું પડે.
દૂધ એ દ્રવ્ય છે, તેમ કેવલજ્ઞાન પણ દ્રવ્ય છે એમ માનવું પડે.
દૂધ એ રૂપી વસ્તુ છે, તેમ કેવલજ્ઞાન પણ રૂપી વસ્તુ છે એમ માનવું પડે.
એટલું જ નહિ! પણ તે ગાઢ અજ્ઞાન રૂપે ગાયનું દષ્ટાન્ત દેનારાને નમો હિંસાનું કહેવાને વખત પણ રહે નહિ.
કેમકે જગમાં જ્યારે ગાયની આકૃતિ માત્રથી દૂધ નીકળતું નથી તે પછી શું ગાયનું નામ લેવા માત્રથી કોઈને દૂધ મળે છે? અથવા ગાયની આગળ હાથ જોડવાથી શું કઈને દૂધ મળ્યું છે? એક સામાન્ય અજ્ઞાન મનુષ્ય પણ કબૂલ કરશે કે ગાય-ગાય પિકારવાથી કઈ દિવસ કેઈને પણ દૂધ મળતું નથી, અને ગાયની આગળ હાય તેટલું માથું અફળાવીયે યાવત્ માથું ફોડી પણ નાખીએ તો પણ તે માથું નમાવવા માત્રથી દૂધ મળતું નથી.
હજુ કદાચ જે દેશમાં ગાય ન હોય અને ગાયની આકૃતિથી કઈ વિચક્ષણ પુરુષ ગાયને ઓળખવાવાળે થયે હેય અને તે વિચક્ષણ દેશાન્તરે જતાં જંગલમાં ક્ષુધા અને તુષાને લીધે મરણ દશાને પ્રાપ્ત થયું હોય, તેવી અવસ્થામાં કદાચ સાચી ગાય મળે તે તે વિચક્ષણ તે સાચી ગાયથી ભય નહિ પામે, એટલું જ નહિ પણ આકૃતિ દ્વારા ગાયને ઓળખેલી હોવાથી અને તેનું મરણ થવાથી દૂધ દેવાના તેના ગુણને યાદ કરી તે સાચી ગાયમાંથી