________________
આગમોત મહારાજને નેહ, જન્માભિષેકની વખતે ઈન્દ્ર મહારાજને સંશય વિગેરે જાણવામાં જ માત્ર અવિધને ઉપગ થયે છે.
અર્થાત્ સર્વકાલ તીર્થકર ભગવાને અવધિના ઉપગમાં રહેતા હતા અને અવધિના ઉપયોગ વગરનું તેમનું જીવન નહેતું એવું માનવાને કેઈપણ જૈન સમજુ હશે તે તૈયાર થશે નહીં.
તેવી જ રીતે ભગવાન રાષભદેવજી મહારાજે પણ દીક્ષા લીધા પછી બાર માસ સુધી જે ભિક્ષા માટે બ્રમણ કર્યું છે, તે જણાવી આપે છે કે ભગવાન તીર્થક સર્વદા અવધિના ઉપગથી જ વર્તતા હોય તે નિયમ નથી.
ભગવાન મહાવીર મહારાજે જેમ અડદના બાકળાને અંગે અભિગ્રહ કરીને કંઈક ન્યૂન છ માસ સુધી પર્યટન કર્યું હતું, પણ અવધિજ્ઞાનથી કયે દહાડે કેનાથી અભિગ્રહ પૂરે થવાને છે એમ જોઈને પર્યટન બંધ કર્યું હતું, તેવી જ રીતે ભગવાન અષભદેવજી મહારાજે પણ અન્તરાયને ક્ષપશમ કયારે થવાને છે? શિક્ષા પ્રાપ્તિ ક્યારે અને તેનાથી થવાની છે? એ વિગેરે હકીકત જાણવા માટે અવધિજ્ઞાનને ઉપયોગ કર્યો નહોતે, તેથી બાર માસ સુધી ભગવાન ઋષભદેવજી મહારાજે ભિક્ષાને માટે પર્યટન કર્યું છે, અન્ય અન્ય ગૃહએ ભિક્ષાને માટે ભમ્યા છે અવધિજ્ઞાનથી જાણીને અક્ષય તૃતીયાને દિવસે શ્રેયાંસકુમારના ઘેર સીધા આવેલા છે, એમ બન્યું નથી,
આ બધી હકીકત જાણનારો કોઈપણ દિવસ એમ માનવાને તૈયાર નહિ થાય કે ભગવાન જિનેશ્વરે સતત અવધિજ્ઞાનના ઉપગથી વર્તતા હતા,
જે કે ભગવાનનું જ્ઞાન પ્રધાન જીવન કે જ્ઞાનમય જીવન માનવામાં કોઈપણ જૈનને અડચણ છે નહીં, પણ તે જ્ઞાનપ્રધાન કે જ્ઞાનમય