________________
પુસ્તક ૧-લું
૭૧ એટલું જ નહી પણ નિર્યુક્તિકાર મહારાજે વિર્ભાગજ્ઞાનને પણ સમ્યકત્વના કારણ તરીકે જણાવેલું છે, તે તેવા વિસંગજ્ઞાનવાળાને પણ અકામનિજાથી ભિન્ન રૂપે સકામનિજ માનવી પડે.
વિલંગજ્ઞાન સ્વરૂપ
સાચી વસ્તુ ન સમજાતાં તે ઉલટે જ તર્ક કરે છે, તે સૂકા હાડકાને ચાવવા મથતા કૂતરાના રૂપકથી એ તર્ક કરે છે કે જે મારૂં લેહી જ મીઠું લાગતું હોય તે મારું લેહી તે સદેવ મારા શરીરમાં છે જ, તો પછી આખો દહાડો જ મારી જીભ મને મીઠી જ લાગવી જોઈએ, પરંતુ આખી જીંદગી ચોવીસે કલાક મારી જીભ મીઠી થયા જ કરતી નથી, અને આ લેહી ચાહું છું તે જ મીઠું લાગે છે, એ ઉપરથી નક્કી થાય છે કે આ લેહી આવે છે તે મારા શરીરમાંનું નથી, પરંતુ પિલા હાડકાનું છે. સૂકા હાકા ચાવવા મથતા કુતરા જેવી દશા.
સૂકા હાડકા ચાવનાર કુતરાના જેવી આ વિર્ભાગજ્ઞાની આત્મા પણ શંકા કર્યા કરે છે, વિર્ભાગજ્ઞાની આત્મા પણ
જ્યાં સુધી મિથ્યાદષ્ટિપણામાં હેય ત્યાં સુધી તે એવી શંકા કર્યા કરે છે કે જે આત્માને સ્વભાવ સુખ મેળવવાનો છે તે આત્માને એ સુખ સ્વભાવ પ્રકટ કેમ થવા પામતે નથી? ખરી રીતે તે હાડકાના ઘર્ષણથી કુતરાનું તાળવું ભેદાય છે અને તે દ્વારા લેહીની ધારા વહી જાય છે, પરંતુ એ વખતે કુતરાને એ વાતની ખબર પડતી નથી કે આ મારૂં તાળવું ભેદાયું છે અને તેમાંથી જ લેહી નીકળે છે. અને તે એ વાતની અવળી ખબર છે કે
જ્યારે એનું તાળવું ભેરાઈને આવતું લોહી મારા પ્રયત્નના પરિ ણામે હાડકામાંથી આવીને મારી જીભ પર આવે છે ! '