________________
s
પુસ્તક ૧-લું સુખ નહિ પણ સુખાભાસ
આત્માને જ્યારે સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે તે સમજે છે કે પદ્ગલિક વસ્તુઓના સંજોગથી જે સુખ મળે છે તે સાચું સુખ નથી પરંતુ માત્ર સુખાભાસ છે. આત્મા એકેન્દ્રિય દશામાં હોય, બે ઈન્દ્રિયવાળી દશામાં હોય, ત્રણ ઇન્દ્રિયવાળી દશામાં હોય, ચાર ઈદ્રિવાળી દશામાં હોય, કે પાંચ ઈન્દ્રિયવાળી દશામાં હેય, યાવત્ મનુષ્ય ભવમાં પણ આવે, પરંતુ જ્યાં સુધી ધર્મ સંજ્ઞા આવતી નથી, ત્યાં સુધી સુખની પ્રાપ્તિ સ્વપ્ન તુલ્ય છે.
પણ ધર્મ-સંજ્ઞા આવવી એ ઘણી મુશ્કેલ વાત છે, તે સરળ વાત નથી.
ખાખરાના ઝાડ પર રહેતી ખીસકોલી તે સાકરના સ્વાદને કદી સમજતી નથી, એટલું નહી પરંતુ તે આંબાના ઝાડ ઉપર જાય તે પણ તેને કેરી ખાવાની ઈચ્છા થતી નથી એને તે તમે ખીસકોલીની કમનસીબી કહેશે કે બીજું કાંઈ કહેશે?
ખીસકોલી એક જ ઝાડ પર ઠરી ઠામ બેસતી નથી. વલવલાટ કરવાને અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઠેકડા મારવાને એને સ્વભાવ પડી ગએલો છે અને તેથી તે એક ઝાડ છેડીને બીજા ઝાડ પર અને બીજું છોડીને ત્રીજા ઝાડ પર ઠેકડા માર્યા કરે છે, આમ ઝાડ ઉપર ઠેકડા મારતાં મારતાં તે કોઈ ભવિ. તવ્યતાને વેગે આંબાના ઝાડ ઉપર આવી જાય, પણ આંબાના ઝાડ ઉપર આવી ગએલી ખીસકોલી આંબાને મોટું પણ ન લગાવે અને ઝપાટાબંધ નીચે ઉતરી પડીને ખાખરાના ઝાડ તરફ જ દોડી જાય તે તેને ખીસકોલીનું કમનસીબ જ કહેવું પડે છે. માત્ર ભવિતવ્યાથી...!
ખીસકોલીને સ્વભાવ રખડવાને છે અને રખડતાં-રખડતાં તે જેમ ભવિતવ્યતાને વેગે આંબા ઉપર જઈ ચઢે છે, તે પ્રમાણે