________________
૭૦
આગમત આવી દશામાં જે ઓગણસિત્તેરથી કંઈક અધિક સાગરોપમની સ્થિતિ જે તે વખતે તેડવામાં આવે છે તે કેવળ અકામ નિર્જરાને પ્રભાવ છે.
સમ્યક્ત્વ પ્રાપ્તિના કારણે સાથે અકામ-નિજરને સમન્વય
આ સ્થાને જરૂર શંકા થશે કે ઉપર જણાવેલા હિસાબે તે દરેક સમ્યકત્વ પામનારે જીવ અકામ નિર્જરાના પ્રતાપે જ સમ્ય. દર્શનને પામે છે
પણ વિવેક પૂર્વક જ્ઞાની ગુરૂના ચરણમાં બેસીને વિચારતાં સમજાય તેમ છે કે-શાસ્ત્રકારોએ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે અનુકંપા, બાહા તપ, વિનયવિભંગ વિગેરે અનેક કારણે જણાવેલાં છે, તે અનુકંપાદિક સર્વ કારણે અકામનિર્જરા દ્વારા થતા યથાપ્રવૃત્તિ કરણના પ્રભાવે સમ્યકત્વને પમાડનારા બને છે.
આ ઉપરથી એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે “ Sામળિsi' વિગેરે જણાવેલા કારણે સર્વથા પરસ્પર ભિન્નરૂપે માની શકાય તેમ નથી, કેમકે જે એમ માનવા જઈએ તે અનુ કંપા દ્વારા થતા સમ્યકત્વમાં યથાપ્રવૃત્તકરણની અકામ નિજારાને સમ્યક્ત્વના કારણ તરીકે માની શકાય નહી.
- એવી રીતે દાન અને વિનય એ બે કારણે જે સમ્યકત્વને ઉત્પન્ન કરનારા ભિન્નપણે જણાવ્યાં છે, તેમાં વિનય વગરનું દાન માનવું પડશે અને વિનય અને દાનથી સર્વત્ર સમ્યક્ત્વ પામ્યા પહેલાં સકામનિર્જરા થાય પણ અકામનિજર ન થાય એમ સ્પષ્ટપણે માનવું પડે.