________________
આગમચેત આ જગપર ધ્યાન રાખવાની જરૂર છે કે શાસ્ત્રમાં સામાન્ય રીતે કર્મમાસ કે જે નિરંશપણે ત્રીસ દિવસને હોય છે, અને જે કર્મમાસની અપેક્ષાએ વર્ષના બરાબર ત્રણસેં ને સાઠ દિવસ થાય છે, અને તે જ અપેક્ષાએ પ્રતિદિનના એક કરોડ ને આઠ લાખ સોનૈયાના દાનને ત્રણસેં ને સાઠ ગુણા કરવાથી ત્રણ અબજ ને અઠ્ઠાસી કરડ સોનૈયા થાય છે. એવી જ રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાની તપસ્યા પણ જે સાડી બાર વર્ષની ગણવેલી છે તે પણ કર્મવર્ષ અથવા કર્મમાસની અપેક્ષાએ છે.
આવી રીતે જૈન શાસકારોએ જ્યારે ભગવાન તીર્થંકર મહારાજ ના સાંવત્સરિક દાનને સંખ્યાવાળું માનીને પણ મહાદાન તરીકે માન્યું છે, ત્યારે અન્ય લોકોએ પોતાના મતને પ્રવર્તાવવાવાળા મહાપુરુષનું દાન અસંખ્યાત એટલે સંખ્યા વગરનું માન્યું છે, તેથી તેઓ પિતાને પ્રભુના દાનને ગ્ય રીતિએ અસંખ્યાત હોવાથી મહાદાન તરીકે કહેવડાવાને દા કરે છે. આવી શંકાના વચને. સાંભળીને વસ્તુને યથાસ્થિત રીતે નહીં વિચારનારા મનુષ્ય જે કે તે અન્ય લેકોના કહેવા અસંખ્યાત દાનને માનવા તૈયાર થાય અને તેવા અસંખ્યાતા દાનને જ મહાદાન ગણે ભગવાન તીર્થકર મહારાજના સંખ્યાવાળા દાનને મહાદાન નથી એમ માનવા તૈયાર થાય,
પણ તેવી રીતે તૈયાર થનારાઓએ વિચારવું જોઈએ કે અસંખ્યાતાનું દાન અસંભવિત જ છે.
અસંખ્યાતની સંખ્યા કેટલી મેટી છે?
અહીંયા સમજવું જોઈએ કે કર્મગ્રંથ અને અનુગદ્ધાર વિગેરે શાસ્ત્રોમાં જણાવેલા ૧ અનવસ્થિત ૨ શલાકા ૩ પ્રતિશલાકા અને ૪ મહાશલાકા નામના ચાર પ્યાલાની રીતિએ અસંખ્યાતનું સ્વરૂપ જાણનારા સુજ્ઞ મનુષ્યો સમજી કે શકે તેવી સંખ્યામાં