________________
આગમોત ઔષધાદિકની માફક તે સંવત્સરી દાનના દ્રવ્યથી પહેલાંના છ માસના રોગો નાશ પામે તેમાં પણ કંઈ આશ્ચર્ય નથી.) (૫) દેવતાઓનું પણ સંવત્સરી દાન માટે યાચકપણું.
જગતમાં એ વાત તે જાણીતી છે કે દેવતાઓ મનુષ્યોને વરદાન દઈને નવી નવી વસ્તુઓ અર્પણ કરે છે, પણ દેવતાઓ કોઈની પણ આગળ વાચક તરીકે આવતા નથી. છતાં પણ ભગવાન જિનેશ્વર મહારાજાઓના સાંવત્સરિક દાનમાં છે તેવા દેવતોએ પણ યાચક તરીકે આવીને ઈચ્છા પ્રમાણે દાન લઈ જાય છે, અર્થાત્ કહેવું જોઈએ કે કઈ પણ દાનને મેળવવા માટે દેવતાઓ તરસતા હોય, તે તે માત્ર ત્રિલેકનાથ તીર્થંકર ભગવાનનું સાંવત્સરિક દાન જ છે.
આ અપેક્ષાએ પણ તીર્થકર ભગવાનના દાનને મહા-દાન કહેવું એ વ્યાજબી જ ગણાય. (૬) દાન લેવાથી ધર્મપ્રેમી અને તત્વ-પ્રેક્ષકપણુની
પ્રાપ્તિ.
ઉપર જણાવેલા પાંચ કારણે કરતાં છઠું કારણ સુજ્ઞ પુરુષોએ ઘણું જ સમજવા જેવું છે અને તે છઠું કારણ એ છે કે ભગવાન જિનેશ્વર મહારાજાએ આપેલું સાંવત્સરિક દાન જે દેવતા કે-મનુષ્યના હાથમાં જાય તે દેવતા કે મનુષ્ય લીધેલા દાનના પ્રભાવે બુદ્ધ ધર્મ કાર્યને વિષે ઉદ્યમ કરવાવાળા થાય છે, એટલું જ નહિ પણ તે દેવતા અને મનુષ્ય તે સાંવત્સરિક દાનમાં મળેલા દ્રવ્યના પ્રતાપે હેય અને ઉપાદેય પદાર્થોને-હેય ઉપાદેયપણે યથાસ્થિતરીતિએ જાણવાવાળા થાય છે.
ઉપર જણાવેલી હકિકત ધ્યાનમાં લેનારા સજજને તીર્થકર મહારાજનું જે સાંવત્સરિક દાન એ મહાદાન કેમ કહેવાય છે? તે સહેજે સમજી શકશે અને એ સાંવત્સરિક દાનનું મહાદાનપણું